મોરબીના પરબજાર સહિતના વિસ્તારમાં વીજળી ધાંધિયા: ફોલ્ટી સેન્ટર પણ ફોલ્ટમાં !
મોરબીમાં ડેમુ ટ્રેન હેઠળ પડતું મૂકીને વૃદ્ધે કર્યો આપઘાત
SHARE









મોરબીમાં ડેમુ ટ્રેન હેઠળ પડતું મૂકીને વૃદ્ધે કર્યો આપઘાત
મોરબીમાં નટરાજ ફાટક પાસે ડેમુ ટ્રેન હેઠળ પડતું મૂકીને બીએસએનએલના નિવૃત કર્મચારીએ આપઘાત કર્યો હતો જેથી તેના મૃતદેહને હોસ્પિટલે ખસેડાયો હતો અને આ બનાવની રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી અને આપઘાત કરી લેનારા વૃદ્ધને બીપીની બીમારી હોય તેનાથી કંટાળીને આપઘાત કર્યો હોય તેવું પ્રતિમિક તપાસમાં સામે આવેલ છે
બનાવની જાણવા મલ્ટી માહિતી મુજબ મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ હાઉસીંગ બોર્ડમાં રહેતા બીએસએનએલના નિવૃત કર્મચારી મગનભાઈ મોહનભાઇ મિયાત્રા (૭૧) એ શનિવારે સવારે વાંકાનેરથી મોરબી આવેલી ડેમુ ટ્રેન હેઠળ નટરાજ ફાટક પાસે પડતું મૂક્યું હતું જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું. માટે તેના મૃતદેહને હોસ્પિટલે લઈને ગયા હતા અને આ બનાવની રેલવે પોલીસને જાણ કરવામાં આવતા અશ્વિનભાઇ સહિતનો સ્ટાફ ત્યાં ગયો હતો અને મૃતકના પરિવારજનોને પૂછતા એવિ માહિતી સામે આવી હતી કે, છેલ્લા ઘણા વર્ષોથી તેને હાઈ બીપીની બીમારી હતી અને તેનાથી કંટાળીને આપઘાત કર્યો હોય તેવી શક્યતા છે
