મોરબી જિલ્લાના ત્રણ બુટલેગરો પાસા હેઠળ જેલ હવાલે
SHARE









મોરબી જિલ્લાના ત્રણ બુટલેગરો પાસા હેઠળ જેલ હવાલે
મોરબી જિલ્લાના જુદાજુદા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ૩ આરોપીઓની પાસા દરખાસ્ત મોકલાવવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવી હતી જેથી કરીને ત્રણેય આરોપીઓને રાજ્યની જુદીજુદી જેલમાં ધકેલી દેવામાં આવેલ છે
મોરબી એલ.સી.બી.ની ટીમ દ્વારા પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ત્રણ શખ્સોને પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવેલ છે જેમાં જયંતીભાઇ દેવસીભાઇ ચૌહાણ જાતે કોળી રહે. ચીરોડા, રાજુભાઇ ઉર્ફે જગી મગનભાઇ સનુરા જાતે કોળી રહે. ત્રાજપર છેલ્લી શેરી અને સવજીભાઇ ઉર્ફે સજો મેરૂભાઇ વરાણીયા જાતે કોળી રહે. ત્રાજપર ચોરા વાળી શેરી વાળાનો સમાવેશ થાય છે અને તે આરોપીઓને પાસા તળે ડીટેઇન કરી અલગ અલગ જેલ હવાલે મોકલી આપવામાં આવેલ છે જેમાં મધ્યસ્થ જેલ અમદાવાદ, જીલ્લા જેલ ભાવનગર અને પોરબંદર જેલમાં આરોપીને ધકેલી દેવામાં આવ્યા છે
