મોરબી જીલ્લામાં લાંબા અંતરની ટ્રેનોને સ્ટોપેજ આપવાની ચેમ્બર ઓફ કોમર્સની માંગ
SHARE









મોરબી જીલ્લામાં લાંબા અંતરની ટ્રેનોને સ્ટોપેજ આપવાની ચેમ્બર ઓફ કોમર્સની માંગ
મોરબી જીલ્લામાં બીજા રાજ્યમાંથી ઘણા મજૂરો રોજગારી માટે આવે છે ત્યારે લાંબા અંતરની ટ્રેનની સુવિધા આપવામાં આવે તે જરૂરી છે અને વાંકાનેર અને માળીયામાં ટ્રેનને સ્ટોપ આપવામાં આવે તેવી મોરબી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વેસ્ટર્ન રેલ્વે રાજકોટ વિભાગને રજૂઆત કરવામાં આવી છે
મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ પટેલ અને સેક્રેટરી અમિતભાઈ સચદે દ્વારા રાજકોટ ડીવીઝન રેલ્વે મેનેજરને લેખિત રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જીલ્લામાં રોજગાર માટે ઘણા લોકો આવે છે તેને વાંકાનેર અને માળીયા તાલુકામાંથી પસાર થતી લાંબા અંતરની ટ્રેન પસાર થાય છે જો કે તેને રોકવામાં આવતી નથી જેથી કરીને તેને ત્યાં સ્ટોપ આપવામાં આવે તેવી માંગ કરેલ છે જેમાં ખાસ કરીને ઓખા, હાપા, સોમનાથ સહિતની ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવે તો મુસાફરની સુવિધા વધે તેમ છે જો કે, આ માંગણીને ધ્યાને લાવીને તેનું નિરાકરણ નહીં લવાવવામાં આવે તો ‘રેલ રોકો’ આંદોલન કરવામાં આવે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે
