મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

ગાજયાં મેહ વસ્યા નહીં !: વાંકાનેરના માર્કેટ ચોકમાં પ્રમુખે બોલાવેલ પાલિકાની ખાસ સાધારણ સભા છેલ્લી ઘડિએ મુલત્વી ?


SHARE









ગાજયાં મેહ વસ્યા નહીં !: વાંકાનેરના માર્કેટ ચોકમાં પ્રમુખે બોલાવેલ પાલિકાની ખાસ સાધારણ સભા છેલ્લી ઘડિએ મુલત્વી ?

વાંકાનેર પાલિકાના વર્તમાન પ્રમુખ દ્વારા શનિવારે સાંજે  જાહેરમાં ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી અને તેમાં પાલિકાના ચીફ ઓફિસર સામે ખાતાકીય તપાસનો ઠરાવ સહિતના એજન્ડા રાખવામા આવ્યા હતા જો કે, છેલ્લી ઘડીએ આ ખાસ સામાન્ય સભાને મુલતવી રાખવામા આવી છે જેથી કરીને વાંકાનેરમાં અનેક તર્ક વિતર્ક થઈ રહયા છે

વાંકાનેર પાલિકાના વર્તમાન પ્રમુખ દ્વારા વાંકાનેરના માર્કેટ ચોકમાં ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી જેમાં એક કર્મચારીને સસ્પેન્ડ કરવાનો ઠરાવ તેમજ પાલિકાના મહિલા ચીફ ઓફિસર સામે ખાતાકીય તપાસનો ઠરાવ કરવાનો હતો જો કે, વાંકાનેર પાલિકાના પ્રમુખે બોલાવેલ સભાને શનિવારે સાંજે છેલ્લી ઘડીએ મુલતવી રાખવામા આવી છે જેથી કરીને વાંકાનેરમાં અનેક તર્ક વિતર્ક થઈ રહયા છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જે ખાસ સામાન્ય સભા જે હેતુ સાથે બોલાવવામાં આવી હતી તેમાં  સતાધારી પક્ષને સફળતા મળે તેમ ન હતું જેથી કરીને આ ખાસ સામાન્ય સભાને મુલતવી રાખવામા આવી છે જો કે, અધિકારી અને પદાધિકારીએ વચ્ચે જે તણાવ છે તે કયારે ઓછો થશે તે તો આગામી સમય જ બતાવશે




Latest News