મોરબીના યમુનાનગરમાં આવેલા મકાનમાંથી ૨૨ બોટલ દારૂ- ૨૫ બિયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ
મોરબીના કૃષ્ણનગર ગામે ડીસના વાયરને રીપેર કરવા વીજપોલ ઉપર ચડેલા યુવાનને વીજશોક લગતા મોત
SHARE









મોરબીના કૃષ્ણનગર ગામે ડીસના વાયરને રીપેર કરવા વીજપોલ ઉપર ચડેલા યુવાનને વીજશોક લગતા મોત
મોરબી તાલુકાના કૃષ્ણનગર કોયલી ગામે વીજ પોલ ઉપર ડીસ કનેક્શનના વાયરના રીપેરીંગ કામ માટે ચઢેલા યુવાનને વીજશોક લાગતા ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના કૃષ્ણનગર કોયલી ગામે નિશાળ વાળી શેરીમાં હિતેશભાઈ રામૈયાભાઈ કુંભરવાડિયા (૪૫) રહે. મીતાણા ગામ વાળો ડીસ કનેક્શનનો ધંધો કરતો હોય કૃષ્ણનગર ગામે ડીસ કનેક્શનના વાયર રીપેરીંગ કામ માટે ઈલેક્ટ્રીક થાંભલા ઉપર ચડ્યો હતો ત્યારે કોઈ કારણોસર તેને વીજશોક લાગવાના કારણે તેનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
