માળીયા (મી)ના આપના પ્રમુખ પદે હીરાભાઈ કનગડ: જસાપરમાં પરીવર્તન યાત્રાને ઉમેળકાભેર આવકાર
મોરબીના યમુનાનગરમાં આવેલા મકાનમાંથી ૨૨ બોટલ દારૂ- ૨૫ બિયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ
SHARE









મોરબીના યમુનાનગરમાં આવેલા મકાનમાંથી ૨૨ બોટલ દારૂ- ૨૫ બિયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ
મોરબીના નવલખી રોડ ઉપર આવેલી યમુનાનગરના રહેણાક મકાનમાં દારૂ-બિયર જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ઘરમાંથી ૨૨ બોટલ દારૂ અને ૨૫ બીયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે દારૂ અને બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને બુટલેગર હાજર ન હોવાથી તેને પકડવા માટે પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ યમુના નગર સોસાયટીમાં રહેતા સાગર ધીરુભાઈ ચાવડાના રહેણાંક મકાનની અંદર દારૂ બિયરનો જથ્થો હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે પોલીસે તેના ઘરની અંદર દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની ૨૨ બોટલ અને બીયરના ૨૫ ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે કુલ મળીને ૯૧૦૦ રૂપિયાનો દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને સાગર ધીરુભાઈ ચાવડા ઘરે હાજર મળી આવેલ ન હોવાથી તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તેને પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવે છે
