મોરબીના કૃષ્ણનગર ગામે ડીસના વાયરને રીપેર કરવા વીજપોલ ઉપર ચડેલા યુવાનને વીજશોક લગતા મોત
મોરબીના ઘૂટું નજીક આવેલ સિરામિક કારખાનામાં પતરા ઉપરથી નીચે પટકાતાં યુવાનનું મોત
SHARE









મોરબીના ઘૂટું નજીક આવેલ સિરામિક કારખાનામાં પતરા ઉપરથી નીચે પટકાતાં યુવાનનું મોત
મોરબી તાલુકાના ઘૂટું ગામે આવેલ ફ્રેમ સિરામિકમાં કામગીરી દરમિયાન પતરાના શેડ ઉપરથી નીચે પટકાતા યુવાનને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના ઘૂંટુ ગામની સીમમાં આવેલ ફ્રેમ સીરામીકમાં દેવાભાઈ ચોથાભાઈ ચિત્રોડીયા (૩૭) રહે. લુણસર તાલુકો વાંકાનેર વાળા મૃત્યુ પામ્યા હોય તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઇ જે.પી. કણસાગરા ચલાવી રહ્યા હોય તેની પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પતરાના શેડ ઉપરથી નીચે પડવાના કારણે દેવાભાઈનું મૃત્યુ નીપજયું હતું
બીમારી સબબ મોત
મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ લીડસન એલએલપી નામના કારખાનામાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો હરીશ સૂડી (૨૦) નામના યુવાનનું કોઈ કારણસર મૃત્યુ નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની તપાસ કરી રહેલા હેડ કોન્સ્ટેબલ એમ.એલ. બારૈયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે બીમારી સબબ યુવાનનું મૃત્યુ નિપજયું હતું
