એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો મોરબીની શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ-ડે ની ઉજવણી મોરબીના મોડપર ગામેથી બોલેરો લઈને મજૂર લેવા હળવદ ગયેલ યુવાન ગુમ મોરબીના બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ડેન્ગ્યુ અટકાયતી કામગીરી હાથ ધરાઈ મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને કરેલ આપઘાતના ગુનામાં વધુ ત્રણ આરોપી પકડાયા મોરબીમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં નગર દરવાજા ચોકમાં તાજીયાનું વિસર્જન કરાયું પ્રાથમિક સુવિધા નહી મળે તો મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં વિસાવદર વાળી થશે: સ્થાનિક લોકોની ચીમકી
Breaking news
Morbi Today

હું ડેમે જાઉં છું મને ગોતતા નહીં કહીને મોરબીમાંથી યુવાન ગુમ


SHARE

















હું ડેમે જાઉં છું મને ગોતતા નહીં કહીને મોરબીમાંથી યુવાન ગુમ

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ રોહીદાસપરા શેરી નં-૬ ની અંદર રહેતો યુવાન પોતાના ઘરેથી હું ડેમે જાઉં છું મને કોઈ ગોતતા નહીં તેવું કહીને ચાલ્યો ગયો છે અને મોડે સુધી તેનો કોઈ જગ્યાએથી પત્તો નહીં લાગતા અંગે તેના ભત્રીજાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાકાની ગુમસુદા ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે યુવાનને શોધવા માટે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના વીસીપરા વિસ્તારની અંદર આવેલ રોહીદાસપરા શેરી નં-૬ માં રહેતા મહેશભાઈ ઉર્ફે પલાભાઇ જદુરામભાઈ શુકલ (૩૬) ગઈકાલે બપોરે સાડા અગિયાર વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી નીકળ્યા ત્યારે હું ડેમે જાઉં છું મને ગોતતા નહીં તેવું કહીને નીકળ્યા હતા અને ત્યારબાદ તેનો કોઇ જગ્યાએથી પત્તો લાગ્યો ન હતો જેથી કરીને તેના ભત્રીજા મનીષભાઈ અમૃતલાલ શુકલ (૨૨) રહે. રોહીદાસપરા મોરબી વાળાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના કાકા ગુમ થયા હોવા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમસુધા નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે વધુ તપાસ કરી રહેલા એએસઆઇ વી.ડી. મેતા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે યુવાનને તેની પત્ની સાથે ઝઘડો થયેલ હોય તેની પત્ની બંને સંતાનોને સાથે લઈને માવતર જતી રહેલ છે તેવું તેના પરિવારજનો પાસેથી જાણવા મળે છે.




Latest News