ગુટખાની બંધાણી દીકરીને માતા-પિતાએ ઠપકો આપતા કર્યો આપઘાત
SHARE









ગુટખાની બંધાણી દીકરીને માતા-પિતાએ ઠપકો આપતા કર્યો આપઘાત
વાંકાનેર તાલુકાના ખખાણાં ગામે વાડીએ કપાસમાં નાખવાની ઝેરી દવા પીને સગીરાએ આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જોકે ચાલુ સારવારે તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને સગીરાને ગુટખાનું બંધાણ હોય તેના માતા પિતાએ તેને આ બાબતે ઠપકો આપ્યો હતો જેથી કરીને તેને આપઘાત કરેલ છે તેવું મૃતક સગીરાના પરિવારજનો પાસેથી જાણવા મળેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ખખાણાં ગામે ધનજીભાઇ લક્ષમણભાઇ ગાંગાણીની વાડી આવેલ છે ત્યાં ધનજીભાઇની ૧૪ વર્ષની દીકરી સરોજે કપાસમાં નાખવાની ઝેરી દવા પી લીધી હતી જેથી તેને કુવાડવા ગામે આવેલ ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ચાલુ સારવારે તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની તપાસ કરી રહેલા એએસઆઈ ડી.એ.જાડેજા સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, મૃતક સગીરાને વિમલ ગુટખાનું બંધાણ હતું અને તેના માતા પિતાએ તે બાબતે સગીરાને ઠપકો આપેલ હતો જેથી કરીને લાગી આવતા સગીરાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધેલ છે
