વાંકાનેરના કલાવડી ગામ પાસે બાઇક-એક્ટિવા વચ્ચે અકસ્માત: ત્રણને ઇજા થતાં સારવારમાં
SHARE









વાંકાનેરના કલાવડી ગામ પાસે બાઇક-એક્ટિવા વચ્ચે અકસ્માત: ત્રણને ઇજા થતાં સારવારમાં
વાંકાનેરના કુવાડવા રોડ ઉપર કલાવડી ગામના પાટીયા પાસે એસટી બસનો ઓવરટેક કરવા જતાં બાઇક ચાલકે એક્ટિવને હડફેટે લીધું હતું જેથી કરીને યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે ખસેડાયા હતા અને હાલમાં યુવાને બાઇક ચાલકની સામે ફરિયાદ નોંધવાતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટમાં રાજમતી મીલની બાજુમા આવેલ મયુરનગર મફતીયાપરામાં રહેતા દીનેશભાઇ દેવશીભાઇ સતરોટીયા જાતે કોળી (૩૩)એ બજાજ સી.ટી મોટર સાયકલ નં. જી.જે. ૩ એલ.ડી. ૬૭૮૮ ના ચાલક મોહમદ મુખ્તાર ઇસ્માઇલભાઇ માણસીયા રહે. સીંધાવદર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા-૯/૫ ના રોજ સવારના સવારના દશથી સવા દશ વાગ્યાના અરસામાં વાંકાનેર કુવાડવા રોડ ઉપર કલાવડી ગામના પાટીયા પાસે રોડ ઉપર આરોપીએ પોતાના હવાલા વાળુ બાઇક આગળ એસ.ટી. બસ પડેલ હતી તેનો ઓવરટેક કરવા જતાં ફરીયાદીના એક્ટીવા નં. જી.જે. ૩ જે.એમ. ૫૭૮૩ સાથે અથડાવ્યું હતું જેથી અકસ્માત સર્જાયો હતો જેમાં ફરિયાદીને જમણા કાનના પડદા, જમણા ખંભા ઉપર તથા છાતીમા ઇજા થયેલ છે અને સાહેદ દેવુબેનને ડાબા હાથની ટચલી આંગળીમા ફેક્ચર જેવી ઇજા તથા માથામા ઇજા કરલે છે અને ફરીયાદીના દીકરાને માથામા લોહીફુટ જેવી ઇજા કરી હતી જેથી હાલમાં પોલીસે યુવાનની ફરિયાદ લઈને બાઇક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
જુગારી પકડાયા
વાંકાનેરના સરતનપર રોડ ઉપર આવેલા સેન્સો ચોકડી પાસે ચલણી નોટના આધારે જુગાર રમતા હોવાની માહિતી મળી હતી જેના આધારે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા કીશનભાઇ ઉર્ફે ભુરો મેરૂભાઇ વીંજવાડીયા જાતે કોળી (૨૨) અને હીતેશભાઇ ભુદરભાઇ વીજવાડીયા જાતે કોળી (૨૪) રહે. બંને વીઠલપર વાળા મળી આવ્યા હતા જેથી પોલીસે ૩૦૦ રૂપિયાની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી
