મોરબીના જલારામ મંદિર ખાતે દુર્લભજીભાઈ દેથરીયાના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે
મોરબીમાં જમીન કૌભાંડ માટે મદદ કરનારા આરોપીના છ દિવસના રિમાન્ડ મંજૂર
SHARE









મોરબીમાં જમીન કૌભાંડ માટે મદદ કરનારા આરોપીના છ દિવસના રિમાન્ડ મંજૂર
મોરબીમાં વૃદ્ધને વજેપર ગામના સર્વે નંબરની જમીનનું ખોટું સોદાખત કરી આપીને તેમની સાથે સાડા ત્રણ કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી માટે વૃદ્ધે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહિત આઠ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે અત્યાર સુધીમાં કુલ નવ આરોપીઓની ધરપકડ કરલે છે અને તે આરોપીઓ જેલ હવાલે કરવામાં આવેલ છે જો કે, આ ગુનાની ખોટા આધારકાર્ડ બનાવવા માટે મદદ કરનારા વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના છ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે
મોરબીના આલાપ રોડ ઉપર શિવાલિકા એપાર્ટમેન્ટમાં રહેતા ભગવાનજીભાઈ ખીમજીભાઈ દેત્રોજા જાતે પટેલ (૬૫) એ થોડા સમય પહેલા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે અંબારામભાઇ ડાયાભાઇ પટેલ, અશોકભાઇ દામજીભાઇ કાસુન્દ્રા, ચુનીલાલ મકનભાઇ સતવારા, હરેશભાઇ ઉર્ફે હકાભાઇ નારણભાઇ જાકાસણીયા, મુકેશભાઇ નારણભાઇ કંજારીયા, સવિતાબેન ભગવાનજીભાઇ નકુમ, પીન્ટુભાઇ ભગવાનજીભાઇ નકુમ અને અલ્પેશભાઇ ભગવાનજીભાઇ નકુમ રહે.બધા મોરબી વાળાની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ હતી કેમ કે, વૃદ્ધને વજેપર ગામની જમીનધારક કાંતાબેન તેમના બન્ને પુત્રના નામના ખોટા આધાર કાર્ડ બનાવડાવી સોદાખતમાં તે ખોટા આધારકાર્ડનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો અને સવિતાબેનને કાંતાબેન તરીકે ખોટુ સોદાખત કરી આપ્યું હતું અને ફરિયાદી ભગવાનજીભાઇ દેત્રોજાની સાથે સાડા ત્રણ કરોડની છેતરપીંડી કરી હતી આ ગુનામાં પોલીસે અત્યાર સુધીમાં નવ આરોપીને પકડીને જેલ હવાલે કરેલ છે અને આ ગુનામાં જે ખોટા આધારકાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે ખોટા આધારકાર્ડ બનાવવા માટે અગાઉ પકડાયેલા આરોપીઓના ફોટો સહિતની મદદ કરનારા મુકેશ નારણભાઈ કંઝરિયા જાતે સતવારા (૩૯) રહે. કૈલાશ પાર્ક, ભગવતી હૉલ પાસે, કંડલા બાયપાસ મોરબી વાળાની પીઆઇ એમ.પી. પંડ્યા દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેના રિમાન્ડ લેવા માટે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના છ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે
