મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો મોરબીની શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ-ડે ની ઉજવણી મોરબીના મોડપર ગામેથી બોલેરો લઈને મજૂર લેવા હળવદ ગયેલ યુવાન ગુમ મોરબીના બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ડેન્ગ્યુ અટકાયતી કામગીરી હાથ ધરાઈ
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિર ખાતે દુર્લભજીભાઈ દેથરીયાના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે


SHARE

















મોરબીના જલારામ મંદિર ખાતે દુર્લભજીભાઈ દેથરીયાના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

મોરબીના જલારામ મંદિર ખાતે દાતાના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવે છે આવી જ રીતે આગામી કેમ્પ મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાના સહયોગથી નિ:શુલ્ક નેત્રયજ્ઞ-નેત્રમણી કેમ્પ યોજાશે

સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખ ની હોસ્પીટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરના જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને આગામી કેમ્પ જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાના સગયોગથી યોજાશે જેમાં રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે  વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી (૯૮૨૫૦૮૨૪૬૮),  હરીશભાઈ રાજા (૯૮૭૯૨૧૮૪૧૫), નિર્મિતભાઈ કક્કડ (૯૯૯૮૮૮૦૫૮૮), અનિલભાઈ સોમૈયા (૮૫૧૧૦૬૦૦૬૬)નો સંપર્ક કરવા સંસ્થાએ યાદીમા જણાવ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૯ માસ દરમિયાન યોજાયેલ કેમ્પ મા કુલ ૩૨૬૭ લોકો એ લાભ લીધો હતો તેમજ ૧૪૭૩ લોકો ના વિનામુલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા.




Latest News