મોરબીમાં જમીન કૌભાંડ માટે મદદ કરનારા આરોપીના છ દિવસના રિમાન્ડ મંજૂર
મોરબીના ખરેડા અને શનાળા ગામે રામામંડળનું આયોજન
SHARE









મોરબીના ખરેડા અને શનાળા ગામે રામામંડળનું આયોજન
મોરબીના શકત શનાળા અને ખરેડા ગામે રામામંડળના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેનો ધર્મપ્રેમી જનતાને લાભ લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે
મોરબીના મનજીભાઈ મનજીભાઈ ફેફર અને તેમના પુત્ર એડવોકેટ ભાવિનભાઈ ફેફર (ગુરૂ કોમ્પ્યુટરવાળા) તરફથી મોરબીના શનાળા ગામે આવેલ પટેલ સમાજની વાડી ખાતે આગામી તા.૮ ને બુધવારે રાત્રીના ૯ કલાકે રામામંડળના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કનેસરા ગામના પ્રખ્યાત રામામંડળના દ્વારા રામામંડળનો કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.
ખરેડા રામામંડળ
મોરબીના ખરેડા ગામે ડઢાણિયા કાનજીભાઈ ગોકળભાઈ દ્વારા તા.૮ જુનના રોજ નકલંક નેજાધારી રામામંડળ તોરણીયાનું ભવ્ય આયોજન કર્યું છે અને ખરેડા ગામે નકલંક નેજાધારી રામામંડળના કલાકારો દ્વારા પોતાની કલા રજૂ કરવામાં આવશે આ ઉપરાંત લોકોને હસાવવા માટે કોમિડિયન વિજુદી, મિલન કાકડીયા, ભોળાભાઈ (ગગુડીયો) અને ભૂટો ભરવાડ સહિતના આવવાના છે તેવું આયોજકોએ જણાવ્યુ છે
