વડાપ્રધાનના રાષ્ટ્રવ્યાપી વર્ચ્યુઅલ સંવાદના કાર્યક્રમમાં મોરબીમાં સાંસદ વિનોદભાઇ ચાવડા હાજર રહેશે
મોરબી અને ચોટીલામાંથી ચોરી કરેલા બે બાઇક સાથે વાંકાનેર પોલીસે ચાર શખ્સોની ધરપકડ
SHARE









મોરબી અને ચોટીલામાંથી ચોરી કરેલા બે બાઇક સાથે વાંકાનેર પોલીસે ચાર શખ્સોની ધરપકડ
(શાહરુખ ચૌહાણ દ્વારા) વાંકાનેર સીટી પોલીસ દ્વારા બે ચોરાઉ બાઇક સાથે ચાર શખ્સોની ધરપકડ કરેલ છે અને આ આરોપીઓએ મોરબી સીટી એ ડીવીઝન અને ચોટીલા પોલીસ સ્ટેશ્નની હદમાંથી બાઈકની ચોરી કરી હોવાની કબૂલાત આપી છે જેથી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે
વાંકાનેરના પીઆઇ એન.એ.વસાવાની સૂચન મુજબ સ્ટાફ દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર તથા પ્રતિપાલસિંહ અનિરૂધ્ધસિંહ વાળાએ પોકેટકોપના ઉપયોગથી શંકાસ્પદ બાઇક નં. જીજે ૧૩ એઇ ૨૦૨૮ તથા જીજે ૧૩ એન ૫૯૮૫ સાથે મળી આવતા તેને ચેક કરતાં તે બંને બાઇક ચોરી કરેલા હોવાનું સામે આવ્યું હતું અને જીજે ૧૩ એઇ ૨૦૨૮ નંબર વાળું બાઇક મોરબી આયુષ હોસ્પીટલ પાસેથી અજયભાઈ ઉર્ફે પીન્ટુ કમાભાઈ મેથાણીયા અને રોહીતભાઈ કલુભાઈ જખાણીયા ચોરી કરેલ હતું અને જીજે ૧૩ એન ૫૯૮૫ નંબર વાળું બાઇક હરેશભાઈ જગુભાઈ અધારીયા અને રવિભાઈ હકાભાઈ પાટડીયાએ ચોટીલા બજારમાથી ચોરી કરેલની કબુલાત આપી હતી જેથી કરીને પોલીસે ૪૦,૦૦૦ ની કિંમતના બે બાઇકને કબજે કર્યા છે
હાલમાં વાંકાનેર પોલીસે અજયભાઈ ઉર્ફે પીન્ટુ કમાભાઈ મેથાણીયા (૩૦) રહે. હાલ મોરબી ઉમીયાસર્કલ, નાસ્તાગલી ઝુપડપટ્ટીમા મુળ રહે. ધ્રાંગધ્રા સ્વામીનારાયણ મંદીર પાસે મેળાના મેદાનમા, રોહીતભાઈ કલુભાઈ જખાણીયા (૨૪) રહે. હાલ મોરબી ઉમીયાસર્કલ, નાસ્તાગલી ઝુપડપટ્ટીમા મુળ રહે. ઢેઢુકી તાલુકો ચોટીલા, હરેશભાઈ જગુભાઈ અધારીયા (૨૦) રહે. હાલ મોરબી ઉમીયાસર્કલ નાસ્તાગલી ઝુપડપટ્ટીમા મુળ રહે. ધ્રાંગધ્રા સ્વામીનારાયણ મંદીર પાસે મેળાના મેદાનમા અને રવિભાઈ હકાભાઈ પાટડીયા (૨૨) રહે. સુરેન્દ્રનગર ટી.બી હોસ્પીટલ પાછળ વાળાની ધરપકડ કરેલ છે આ કામગીરી પીઆઇની સુધના મુજબ યશપાલસિંહ ભવાનસિંહ પરમાર, હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ અનીરૂધ્ધસિંહ વાળા, કુષ્ણરાજસિંહ પુથ્વીરાજસિંહ ઝાલા, મુકેશભાઈ હકુભાઈ વાસાણી તથા જનકભાઈ વલ્લભભાઈ ચાવડાએ કરી હતી
