મોરબી અને ચોટીલામાંથી ચોરી કરેલા બે બાઇક સાથે વાંકાનેર પોલીસે ચાર શખ્સોની ધરપકડ
મોરબીમાં પ્રેમ લગ્ન કરનારા યુવાનના પિતાની દુકાને આવીને યુવતીના કૌટુંબિક ભાઈઓ સહિત સાત શખ્સોએ માર માર્યો
SHARE









મોરબીમાં પ્રેમ લગ્ન કરનારા યુવાનના પિતાની દુકાને આવીને યુવતીના કૌટુંબિક ભાઈઓ સહિત સાત શખ્સોએ માર માર્યો
મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં જુની નીશાળ સામે રહેતા આધેડના દીકરાએ પ્રેમ લગ્ન કરેલ છે અને હાલમાં તે જે યુવતી સાથે પ્રેમ લગ્ન કરીને ભાગી ગયો છે તેના બે કૌટુંબિક ભાઈ સહિત કુલ મળીને સાત શખ્સો દ્વારા લોખંડના પાઇપ ,લાકડાના ધોકા જેવા હથીયાર સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના પિતા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને તેના હાથે પગે અને પીઠના ભાગે માર મરવામાં આવ્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેથી કરીને પોલીસે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં જુની નીશાળ સામે રહેતા ચંદુભાઇ જીવાભાઇ ઉઘરેજા જાતે કોળી (૫૧)એ હાલમાં કિશનભાઇ ભવાનભાઇ ભરવાડ અને ગોપાલભાઇ ભવાનભાઇ ભરવાડ રહે. બન્ને લક્ષ્મી સોસાયટી વિશાલ ફર્નિચર પાછળ મોરબી, સંજયભાઇ ભરવાડ, વાલજી ઉર્ફે વિપુલભાઇ ભરવાડ અને ત્રણ અજાણ્યા માણસોએ ત્રાજપર ખારી જુની નીશાળની સામે બે રિક્ષામાં લોખંડના પાઇપ ,લાકડાના ધોકા જેવા હથીયારો સાથે આવ્યા હતા અને ફરીયાદીનો દીકરો ગોપાલ આરોપી કિશનભાઇ ભવાનભાઇ ભરવાડ અને ગોપાલભાઇ ભવાનભાઇ ભરવાડની કૌટુંબિક બહેન પુજાબેન સાથે પ્રેમ લગ્ન કરેલ છે અને તે ભાગી ગયેલ છે આ બાબતનો ખાર રાખીને આરોપીઓએ એક સંપ કરીને ફરીયાદીની દુકાને આવીને તેને ગાળો આપી હતી અને લોખંડના પાઇપ ,લાકડાના ધોકા જેવા હથીયારોથી માર માર્યો હતો જેથી પીઠ, બન્ને પગે તથા બન્ને હાથે મુંઢ ઇજાઓ થયેલ હતી અને ડાબા પગે ઢીચણથી નીચેના ભાગે ફેકચર થયેલ છે તેમજ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડે ફરિયાદ નોંધવતા પોલીસે આઈ.પી.સી. કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩, ૩૨૫, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
