મોરબીના રોહિદાસપરામાં ઘરેથી ડેમે જવાનું કહીને નીકળેલા યુવાનની મચ્છુ નદીમાંથી લાશ મળી
SHARE









મોરબીના રોહિદાસપરામાં ઘરેથી ડેમે જવાનું કહીને નીકળેલા યુવાનની મચ્છુ નદીમાંથી લાશ મળી
મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ રોહીદાસપરા શેરી નં-૬ ની અંદર રહેતો યુવાન પોતાના ઘરેથી હું ડેમે જાઉં છું મને કોઈ ગોતતા નહીં તેવું કહીને ચાલ્યો ગયો હતો અને મોડે સુધી તેનો કોઈ જગ્યાએથી પત્તો નહીં લાગતા અંગે તેના ભત્રીજાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાકાની ગુમસુદા ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે યુવાનને શોધવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી હતી દરમ્યાન યુવાનની મચ્છુ નદીમાંથી લાશ મળી આવી હતી જેથી પોલીસે તે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના વીસીપરા વિસ્તારની અંદર આવેલ રોહીદાસપરા શેરી નં-૬ માં રહેતા મહેશભાઈ ઉર્ફે પલાભાઇ જદુરામભાઈ શુકલ (૩૬) શનિવારે બપોરે સાડા અગિયાર વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી નીકળ્યા ત્યારે “હું ડેમે જાઉં છું મને ગોતતા નહીં” તેવું કહીને નીકળ્યા હતા અને ત્યારબાદ તેનો કોઇ જગ્યાએથી પત્તો લાગ્યો ન હતો જેથી કરીને તેના ભત્રીજા મનીષભાઈ અમૃતલાલ શુકલ (૨૨) રહે. રોહીદાસપરા મોરબી વાળાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના કાકા ગુમ થયા હોવા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમસુધા નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી તેવામાં આ યુવાનની લાશ મોરબીમાં આવેલા કેશવાનંદ બાપુના આશ્રમ સામે મચ્છુ નદીમાંથી મળી આવી હતી જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી
બાળકી-યુવાન સારવારમાં
મોરબીના શનાળા પાસે આવેલ ગોકુલનગર વિસ્તારમાં રહેતી મિતલબેન ભગવાનજીભાઈ ચાવડા નામની ૧૨ વર્ષીય બાળકી પોતાના પરિવારજન સાથે બાઈકમાં બેસીને જતી હતી ત્યારે કંડલા બાયપાસ ઉપર તે બાઇકમાંથી નીચે પડી જતા ઇજાઓ થવાથી તેણીને સારવાર માટે લઇ જવામાં આવી હતી. જ્યારે મોરબીના વાવડી રોડ ઉપરની સોમૈયા સોસાયટીમાં રહેતો જય ગીરીશભાઈ જોગીદાસ નામનો ૨૩ વર્ષીય યુવાન બાઇક લઇને વાવડી રોડ ઉપરથી જતો હતો તે દરમિયાન તેનું બાઇક સ્લીપ થતાં ઇજાઓ થવાથી તેને પણ સારવારમાં ખસેડાયો હતો.
