હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

હળવદના મયૂરનગર ગામે પરિણીતા ઘરે ઝેરી દવા પી જતાં રાજકોટ સારવારમાં ખસેડાઇ


SHARE

















હળવદના મયૂરનગર ગામે પરિણીતા ઘરે ઝેરી દવા પી જતાં રાજકોટ સારવારમાં ખસેડાઇ

હળવદ તાલુકાના મયૂરનગર ગામે રહેતી પરિણીતાએ પોતાના ઘરે કોઈ કારણોસર કપાસમાં છાંટવાની જંતુનાશક દવા પી લીધી હતી જેથી કરીને તેની ઝેરી અસર થઇ હોવાથી પ્રાથમિક સારવાર હળવદમાં આપ્યા બાદ વધુ સારવાર માટે તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે અને હાલમાં પરણિતા બેભાન હાલતમાં હોય આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના મયૂરનગર ગામે રહેતા પ્રવિણભાઇ મનુભાઈ લોખીલના પત્ની પાયલબેન (૨૭) એ ગત તા.૨૮ ના રોજ સવારના સાડા સાત વાગ્યાના અરસામાં પોતાના ઘરે કામ કરતા હતા ત્યારે કામ કરતા કરતા કપાસમાં છાંટવાની જંતુનાશક દવા પી લીધી હતી જેથી કરીને તેને ઝેરી અસર થઇ હતી માટે પ્રથમ તેને હળવદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી જ્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે અને હાલમાં પરિણીતા બેભાન હાલતમાં હોય આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પરિણીતાનો લગ્નગાળો છ માસનો છે અને સાસુ-સસરાની સાથે રહે છે

બે બોટલ દારૂ

ટંકારા તાલુકાના લજાઇ ગામથી ઘુનડા સજનપર ગામ તરફ જવાના કાચા રસ્તા ઉપરથી પસાર થતા ડબલ સવારી બાઇકને રોકીને પોલીસે ચેક કરતાં તે બે શખ્સો પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે જયેશ ગોવિંદભાઈ ભાલોડીયા જાતે પટેલ (૩૩) રહે. લખધીરગઢ તાલુકો ટંકારા અને વિપુલભાઈ રામજીભાઈ ઘેટીયા જાતે પટેલ (૩૨) રહે. ધ્રુવનગર તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ૬૦૦ રૂપિયાની કિંમતની દારૂની બે બોટલ અને બુલેટ નંબર જીજે ૩૬ એચ ૫૯૨૯ આમ કુલ મળીને ૩૦૬૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ શખ્સો જયેશ નાથાભાઈ રંગપરીયા રહે ઘુનડા તેમજ મયુર પ્રવીણભાઈ રંગપરીયા રહે ઘુનડા વાળા પાસેથી દારૂની બોટલો લઇને આવ્યા હોવાનું સામે આવ્યું છે જેથી તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે




Latest News