મોરબી જીલ્લામાં વિહિપ- બજરંગ દળમાં વિવિધ હોદેદારોની નિમણૂક કરાઇ
વાંકાનેરના ગાયત્રી ચોક પાસે જુગાર રમતા ચાર શખ્સ ઝડપાયા
SHARE









વાંકાનેરના ગાયત્રી ચોક પાસે જુગાર રમતા ચાર શખ્સ ઝડપાયા
(શાહરુખ ચૌહાણ દ્વારા) વાંકાનેરના ગાયત્રી ચોક નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા ચાર શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૨,૧૦૦ નો મુદ્દામાલ કબ્જે કરીને આગળની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેર પોલીસ સર્વેલન્સ સ્ટાફના મુકેશભાઈ વાસાણી તથા જનકભાઈ ચાવડાને બાતમી મળી હતી કે, વાંકાનેરના ગાયત્રી ચોક નજીક જાહેરમાં જુગાર રમાઇ રહ્યો છે જેથી કરીને ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી. ત્યારે ભરતભાઇ કાનજીભાઇ ખાંભલા, પ્રવીણભાઈ હંસરાજભાઈ કુનપરા, અશ્વિનભાઈ કેશુભાઈ સોલંકી અને ગુલાબભાઈ ગુમાનભાઈ બરેડીયા જુગાર રમતા મળી આવ્યા હતા. જેથી પોલીસે રોકડા રૂા.૧૨,૧૦૦ કબ્જે કરીને આગળની કાર્યવાહી કરી હતી.આ કામગીરી પીઆઇ એન.એ.વસાવાની સૂચના મુજબ હરપાલસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ વાળા, રાજસિંહ ઝાલા, મુકેશભાઈ વાસાણી અને જનકભાઈ ચાવડાએ કરી હતી.
વાહન અકસ્માતમાં ઈજા
સુરેન્દ્રનગરના થાન તાલુકાના સોનગઢ ગામે રહેતો ભભલુભાઈ વિક્રમભાઈ ધાંધલ નામનો ૨૨ વર્ષીય યુવાન થાન તરફથી સોનગઢ જતો હતો. તે બાઈક લઈને સોનગઢ જતો હતો ત્યારે તેના બાઇકને અજાણી રિક્ષાના ચાલકે હડફેટે લેતાં સર્જાયેલ વાહન અકસ્માતના બનાવમાં ઘવાયેલ ભભલુભાઈ ધાંધલને સારવાર માટે અહીંની આયુષ હોસ્પીટલે ખસેડાયો હતો.
મારામારીમાં ઇજા
માળીયા મીંયાણા ખાતે આવેલ ભરવાડ શેરીમાં રહેતા સલીમ કરીમભાઈ મોવર નામના ૨૭ વર્ષીય યુવાનને ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી તેને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા જઈને પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી અને બનાવ માળીયા પોલીસની હદમાં બન્યો હોય ત્યાંની પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી.
