હળવદના દિઘડિયામાં ઘર કામ માટે ઠપકો આપતા સગીરાએ કર્યો આપઘાત
SHARE









હળવદના દિઘડિયામાં ઘર કામ માટે ઠપકો આપતા સગીરાએ કર્યો આપઘાત
વર્તમાન સમયમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે અને આપઘાત કરવા પાછળના કારણ પણ સમાજ માટે ચિંતાજનક હોય છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી કેમ કે, મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવો જ એક બનાવ સામે આવેલ છે જેમાં સગીરને ઘર કામ બાબતે પરિવારજનોએ ઠપકો આપતા સગીરાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના દિઘડિયા ગામે વાડી વિસ્તારમાં રહેતા કાજીબેન કરશનભાઇ નંદેસરીયા (૧૭) એ પોતાના ઘેર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેને મૃતદેહને પીએમ માટે હળવદ સિવિલે ખસેડાયો હતો અને આ બનાવની હળવદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની તપાસ કરતાં પોલીસ કર્મચારી પાસેથી મળતી માહિતી મુજબ મૃતક સગીરાને ઘર કામ બાબતે પરિવારે ઠપકો આપ્યો હતો જેથી કરીને તેને લાગી આવતા માતા પિતા બહાર ગામ ગયા હતા ત્યારે તેને આપઘાત કરી લીધેલ છે
મારા મારીમાં ઇજા
વાંકાનેરમાં થયેલ મારા મારીમાં ગીતાબેન મહેન્દ્રભાઇ રવિદાસ નામની ૩૫ વર્ષીય મહિલાને ઇજા થઈ હતી જેથી આ મહિલાને વાંકાનેરમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે
