મોરબીના રફાળેશ્વર પાસે કાનમાં ઈયરફોન લગાવી રેલ્વે ટ્રેક ક્રોસ કરતો યુવાન ડેમુની ઝપટે ચડી જતાં મોત
મોરબીમાં નર્મદા હૉલ પાસે થયેલ મારા મારીના ગુનામાં વધુ ૩ આરોપીની ધરપકડ
SHARE









મોરબીમાં નર્મદા હૉલ પાસે થયેલ મારા મારીના ગુનામાં વધુ ૩ આરોપીની ધરપકડ
મોરબીના કાલિકા પ્લોટમાં નર્મદા હૉલ પાસે મારા મારિનો બનાવ બનેલ હતો જેમાં સામસામી ફરિયાદો નોંધાઈ હતી અને આ ગુનામાં પોલીસે હાલમાં ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે કાર્યવાહી ચાલુ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કાલિકા પ્લોટમાં નર્મદા હૉલ પાસે રહેતી આરીફ મીરની માતાએ થોડા દિવસો પહેલા મારા મારીની ફરિયાદ નોંધાવી હતી અને સામાપક્ષેથી મોરબી કાલીકા પ્લોટ સાયન્ટીફીક રોડ ઉપર મસ્તાન ચીકનની સામે રહેતા રહિમ ઉર્ફે ટકો વલીમહમદભાઇ ચાનીયા જાતે સંધી મુસ્લીમ (ઉ.૩૨)એ ઇમરાનભાઇ કરીમભાઇ મીંયાણા, ડેનીસભાઇ કિશોરભાઇ મીસ્ત્રી, અક્ષય ઉર્ફે ભોલો કિશોરભાઇ મીસ્ત્રી, સવો રમજુભાઇ ચાનીયા, રોહિત બાવાજી, પ્રેમલો દિપકભાઇ ઓડ, આરીફ ઇકબાલભાઇ ફલાણી, રહે. બધા મોરબી કાલીકાપ્લોટ તેમજ રવિ કોળી ઉર્ફે બુચીયો અને ફૈજલ સંધીની સામે ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં અગાઉ પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા અને હાલમાં પોલીસે રોહિત જીવણદાસ દૂધરેજિયા જાતે બાવાજી (૨૦) રહે. કાલિકપ્લોટ, આરીફ ઇકબાલભાઇ ફલાણી જાતે સંધિ (૨૧) રહે. હુસેની ચોક કાલિકા પ્લોટ અને ફૈજલ ફિરોજભાઈ સેડાત જાતે સંધી (૨૧) વિદ્યુતનગર આણંદભાઈની વાડી પાસે મોરબી-૨ વાળાની ધરપકડ કરેલ છે અને હજુ આ કેસમાં ત્રણ આરોપીને પકડવાના બાકી છે
