મોરબીમાં નર્મદા હૉલ પાસે થયેલ મારા મારીના ગુનામાં વધુ ૩ આરોપીની ધરપકડ
મોરબી જિલ્લાના છ બાળકોને પીએમ કેર્સ ફૉર ચિલ્ડ્રન યોજનાનો લાભ અપાયો
SHARE









મોરબી જિલ્લાના છ બાળકોને પીએમ કેર્સ ફૉર ચિલ્ડ્રન યોજનાનો લાભ અપાયો
દિલ્લીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા 'પીએમ કેર્સ ફૉર ચિલ્ડ્રન' યોજના હેઠળ અપાતી સુવિધાઓને જાહેર કરી છે ત્યારે મોરબી કલેક્ટર કચેરીએ પણ કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં કેન્દ્રિય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા હાજર રહ્યા હતા અને તેના હસ્તે મોરબી જિલ્લાના છ બાળકોને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો
'પીએમ કેર્સ ફૉર ચિલ્ડ્રન' યોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોન્ચ કરી છે અને દેશમાં માતા પિતા વિહોણા બાળકોને માતા પિતાની હૂંફ મળી રહે તે માટે સરકાર વિવિધ સુવિધાઓ આપી રહી છે તેનો લાભ આપવામાં આવ્યો હતો ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે પીએમ કેર્સ ફૉર ચિલ્ડ્રનના માધ્યમથી આયુષ્માન કાર્ડ પણ આપવામાં આવી રહ્યુ છે. આનાથી પાંચ લાખ સુધીના ઈલાજની મફત સુવિધા બાળકોને મળશે. આ ઉપરાંત 'બાળકો જ્યારે સ્કૂલનો અભ્યાસ પૂરો કરી લેશે તો તેમને આગળ અભ્યાસ માટે વધુ રુપિયાની જરુર પડશે ત્યારે તેના માટે ૧૮ વર્ષથી ૨૩ વર્ષ સુધી દર મહિને સ્ટાઈપેન્ડ મળશે. અને જ્યારે તે ૨૩ વર્ષના થશે ત્યારે ૧૦ લાખ રુપિયા તેમને એકસાથે મળશે. અને અન્ય દૈનિક જરૂરિયાતો માટે અન્ય યોજનાઓ દ્વારા બાળકોને દર મહિને ચાર હજાર રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્રે ઉલેખનીય છે કે, મોરબી જીલ્લામાં 'પીએમ કેર્સ ફૉર ચિલ્ડ્રન' હેઠળ છ બાળકોને આવરી લેવામાં આવેલ છે જેમના ત્રણ મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં છે તેવું મોરબી કલેક્ટર કચેરીએ કાર્યક્ર્મ યોજાયો હતો તેમાં હાજર રહેલા કેન્દ્રિય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરાએ જણાવ્યુ હતું
