મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના નળીયા, પેપરમીલ, લેમીસનેટસ સહિતના ઉદ્યોગોને પૂરતો કોલસો આપવા સીએમને રજૂઆત: આંદોલનની ચીમકી


SHARE

















મોરબીના નળીયા, પેપરમીલ, લેમીસનેટસ સહિતના ઉદ્યોગોને પૂરતો કોલસો આપવા સીએમને રજૂઆત: આંદોલનની ચીમકી

મોરબીની આસપાસના વિસ્તારમાં નળીયા, પેપરમીલ, લેમીસનેટસ તથા સિરામીક સહિતના ઉદ્યોગ આવેલા છે જેમાં લિગ્નાઇટ કોલસાનો ઉપયોગ કરવામાં આવે છે જો કે, જીએમડિસિ મારફતે ઉદ્યોગકારોને પૂરતા પ્રમાણમા કોલસો આપવામાં આવતો નથી અને બીજી બાજુ કોલસાના ભાવમાં સતત વધારો કરવામાં આવે છે જેથી ઉદ્યોગને ટકાવવો મુશ્કેલ બની ગયો છે ત્યારે મોરબી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ મુદે સીએમને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને જો કોલસો પૂરતા પ્રમાણમા નહિ આપવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે

મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતિભાઈ પટેલ દ્વારા સીએમને કોલસા માટે લેખિતમાં રજુઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, નળીયા, પેપરમીલ, લેમીસનેટસ તથા સિરામીક સહિતના મધ્યમ અને નાના ઉદ્યોગમાં લીગ્નાઇટ કોલસાનો ઉપયોગ કરવામાં આવે છે અને કોલસો છેલ્લા ઘણા સમયથી પૂરતા પ્રમાણમા જીએમડિસિ તરફથી આપવામાં આવી રહ્યો નથી જેથી કરીને ઉદ્યોગને ટકાવવો મુશ્કેલ બની ગયો છે અને એક વર્ષ પહેલા જે લીગ્નાઇટ કોલસો રપ૦૦ના ભાવે મળતો હતો તે આજની તારીખે ૫૦૦૦ ના ભાવે મળે છે જેથી માલની પડતર કિંમત ઊંચી આવે છે અને બજારમાં ટકી શકાય તેવી પરિસ્થિતી રહી નથી ત્યારે જીએમડિસિ તરફથી નકકી કરવામાં આવેલ ધોરણ મુજબ કોલસો આપવામાં આવે તે જરૂરી છે

હાલમાં કરાયેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, કોલસાનું સંચાલન કરતી જીએમડિસિમાં મોટાપાયે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે અને દલાલો વધારે ભાવ લઇને કારખાનામાં લીગ્નાઇટ પુરો પાડે છે. જેથી ઉદ્યોગકારોને વધારે રૂપિયા આપવા પડે છે માટે જીએમડીસીમાં જે વચોટીયાની હાજરી છે તેને નાબુદ કરવામાં આવે તથા ભ્રષ્ટાચારની તટસ્થ તાત્કાલીક અસરથી તપાકરવામાં આવે તેવી માંગ કરેલ છે અને મોરબીમાં આવેલ મધ્યમ તેમજ નાના ઉદ્યોગોને પૂરતા પ્રમાણમા કોલસો આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરેલ છે જો ૧૫ દિવસમાં કોઈ કાર્યવાહી કરવામાં નહી આવે તો ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવાની મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે




Latest News