મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં જિલ્લાની પ્રિ-મોન્સુન કામગીરીની મંત્રી બ્રિજેશભાઇની હાજરીમાં કરાઇ સમીક્ષા


SHARE









મોરબીમાં જિલ્લાની પ્રિ-મોન્સુન કામગીરીની મંત્રી બ્રિજેશભાઇની હાજરીમાં કરાઇ સમીક્ષા

આગામી વર્ષાઋતુ શરૂ થવાની હોય આ દરમિયાન સંભવિત ભારે વરસાદ, પૂર, વાવાઝોડુ તથા કુદરતી આપત્તિઓને પહોંચી વળવા માટે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાની અધ્યક્ષતામાં સંબંધિત વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં પ્રિ-મોન્સુન અંગેની સિંચાઇ વિભાગ, પાણી પુરવઠા, માર્ગ અને મકાન, પીજીવીસીએલ, નગરપાલિકાઓ દ્વારા કરવામાં આવેલ કામગીરી અંગે સમીક્ષા કરી હતી. વર્ષાઋતુ દરમિયાન એનડીઆરએફ તથા એસડીઆરએફ ટીમોને ડેપ્યુટ કરવા તેમજ આશ્રયસ્થાનો અંગે ચર્ચા કરી વિવિધ સુચનો કર્યા હતા. પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત અધિકારીઓ સાથે કરેલી બેઠકમાં વરસાદી પાણીના નિકાલની કેનાલની સફાઇ સમયમર્યાદામાં કરવા અધિકારીઓને તાકીદ કરી હતી. આ સાથે ભારે વરસાદ, પૂરની સ્થિતિને પહોંચી વળવા સુચારૂં વ્યવસ્થાની સૂચના આપી હતી. આગામી ચોમાસાની સીઝનને ધ્યાને લઇ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ન ભરાઇ તે અંગે યોગ્ય આયોજન કરવા તેમજ ભૂગર્ભ ગટર અને વરસાદી પાણીના નિકાલની ખુલ્લી કેનાલની સફાઇ નિયત સમય મર્યાદામાં કરવા મંત્રી મેરજાએ તાકીદ કરી હતી.

તદઉપરાંત શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ, પૂર, વાવાઝોડા વગેરેની સ્થિતિને પહોંચી વળવા જરૂરી આનુસંગીક વ્યવસ્થા ગોઠવવા અધિકારીઓને સૂચના પણ આપી હતી. આ સમીક્ષા બેઠકમાં કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવ, નાયબ જિલ્લા પોલીસવડા (આઇપીએસ) અતુલ બંસલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સર્વે ઇલાબેન ગોહિલ તેમજ ઇશીતાબેન મેર, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, વાકાંનેર પ્રાંત અધિકારી શેરશીયા, જિલ્લા પુરવઠા અધિકારી દેવાંગ રાઠોડ, જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરા સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News