મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં પ્રિમોન્સુન કામગીરીના નામે ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ: તપાસની કરી માંગ


SHARE







મોરબી પાલિકામાં પ્રિમોન્સુન કામગીરીના નામે ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ: તપાસની કરી માંગ

મોરબી નગરપાલિકા દ્વારા હાલમાં પ્રિમોન્સુન કામગીરી શરૂ કરવામાં આવેલ છે જે માત્ર ઉપાછલ્લી દેખાવ પૂરતી જ કામગીરી થાય છે તેવો આક્ષેપ કર્યો છે અને પ્રિમોન્સુનમાં શહેરના વોકળા અને મોટી ગટરો વિગેરેની સફાઈ થવી જોઈએ તે થતી નથી જેથી કરીને પ્રિમોન્સુન કામગીરી હેઠળ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે તેવી નગરપાલિકાના પ્રાદેશિક નિયામકને લેખિત રજૂઆત કરીને તપાસની માંગ કરેલ છે

મોરબીમાં રહેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઇ રબારી નગરપાલિકાના પ્રાદેશિક નિયામકને લેખિત રજૂઆત કરીને મોરબીમાં ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી હેઠળ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરીને તટસ્થ તપાસની માંગ કરેલ છે તેમણે કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યુ છે કેમોરબી શહેરમાં આવેલ વોકળાઓ જે રાજાશાહી વખતના છે અને પાણીના નિકાલ માટેના હાલમાં આવા વોકળાઓની નગરપાલિકા દ્વારા સફાઈ કામગીરી થઈ હતી જે ફકત ઉપરછલ્લી ફકત ને ફકત બિલ બનાવવા પૂરતી જ કામગીરી થઈ છે ખરેખર આ વોકળાની ઉંડાઈ અને પહોળાઈ તેમજ વોકળાની અંદર ઉગેલ બાવળ તેમજ અનેક કચરાના ઢગલાની જે પ્રમાણે સફાઈ થવી જોઈએ તે થયેલ જ નથી

મોરબી શહેરના મોટાભાગના વોકળાઓ ઉપર કાચું પાકું બાંધકામ થયેલ છે આ બાંધકામ નીચે રહેલ નાળાની સફાઈ બિલકુલ કરવામાં આવેલ નથી . જેથી કરીને આ બાબતની તપાસ કરી સ્થળ ઉપર જઈને હકીકતમાં પ્રિમોન્સુન કામગીરી શું છે અને ખરેખર વોકળાની સફાઈ થઈ છે કેમ ? તેને ચેક કરવાની માંગ કરવામાં આવી છે અને લોકોમાં થતી ચર્ચા મુજબ આ પ્રિમોન્સુન કામગીરી ફક્ત દેખાવ પૂરતી જ કરવામાં આવી છે અને લાખો રૂપિયાના બિલ બનાવવા માટે થયેલ છે અને પ્રિમોન્સુન કામગીરીમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની શક્યતા છે જેથી આ પ્રિમોન્સુન કામગીરીની તપાસ કરી ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News