ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડેથી પસાર થતી કારમાંથી ૩૭૨ બોટલ દારૂ સાથે એક પકડાયો : બેની શોધખોળ


SHARE

















 

મોરબીના નવલખી રોડેથી પસાર થતી કારમાંથી ૩૭૨ બોટલ દારૂ સાથે એક પકડાયો : બેની શોધખોળ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર પાસેથી પસાર થતી સ્વીફ્ટ કારને રોકીને એ ડીવીઝન પોલીસે ટીમ દ્વારા કારને ચેક કરવામાં આવી હતી ત્યારે તે કારમાંથી જુદી-જુદી બ્રાન્ડની ૩૭૨ બોટલ દારૂની મળી આવી હતી જેથી પોલીસે દારૂ અને કાર આમ કુલ મળીને ૪.૪૯ લાખના મુદામાલ સાથે એક આરોપીની ધરપકડ કરેલ છે અને માલ ભરી આપનાર તથા મંગાવનાર મળીને ત્રણ શખ્સોની સામે ગુનો નોંધ્યો છે અને બે આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર પાસેથી સ્વિફ્ટ કાર નંબર જીજે ૧ એચડી ૪૮૯૪ પસાર થઇ રહી હતી જે કારને રોકીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસના ડીસ્ટાફની ટીમ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે કારમાંથી જુદી-જુદી બ્રાન્ડની કુલ મળીને ૩૭૨ દારૂની બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૧૪૯૬૫૦ રૂપિયાની કિંમતનો દારૂ તેમજ ત્રણ લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૪,૪૯,૬૫૦ રૂપિયાનો મુદામાલ કબજે કરીને અયુબ ઉર્ફે ભૂરો અબ્દુલ સમા જાતે સંધિ (ઉંમર ૨૩) રહે શિકારપુર તાલુકો ભચાઉ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન મોરબીમાં રહેતા ધનરાજસિંહ ઉર્ફે ધનરાજ શંતુભા મકવાણાએ દારૂનો જથ્થો મંગાવ્યો હતો અને ચિત્રોડના રામજીભાઈ રાજપૂત દ્વારા તેની કારની અંદર દારૂનો જથ્થો ભરી આપવામાં આવ્યો હતો જેથી કરીને હાલમાં પોલીસે કાર સાથે ઝડપાયેલા એક શખ્સની ધરપકડ કરી છે અને કુલ ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને માલ મંગાવનાર તથા માલ ભરી આપનારને પકડવા માટે પોલીસ દ્વારા ચક્રોગતિમાન કરેલ છે.




Latest News