હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીના યમુનાનગર પાસે વાહન ચેકિંગ દરમ્યાન ૪૯૬ બીયર સાથે બે શખ્સ પકડાયા


SHARE

















મોરબીના યમુનાનગર પાસે વાહન ચેકિંગ દરમ્યાન ૪૯૬ બીયર સાથે બે શખ્સ પકડાયા

મોરબીના નવલખી બાયપાસ રોડ ઉપર યમુનાનગર પાસે વાહન ચેકિંગની કામગીરી ચાલુ હતી ત્યારે ત્યાંથી ૨૪ બીયરના ટીન સાથે બે શખ્સ ઝડપાયા હતા અને તેની વધુ પૂછપરછ દરમિયાન ગાયત્રી આશ્રમની પાછળના ભાગમાંથી કુલ મળીને ૪૯૬ બીયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે બીયર અને સ્કૂટર આમ કુલ મળીને ૬૯૪૦૦ ના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા મોરબીના નવલખી બાયપાસ રોડ ઉપર યમુનાનગર પાસે વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલા એક્ટીવાને રોકીને પોલીસે ચેક કરતા એક્ટિવા લઇને જઇ રહેલા દીપકભાઈ જયસુખભાઇ વાઘેલા જાતે કોળી (ઉમર ૨૧) રહે. ઇન્દિરાનગર પાછળ મૂળ વવાણીયા અને વસંત જેરાજભાઈ વાઘેલા જાતે કોળી (ઉંમર ૨૨) રહે, ધૂતારી રોકડીયા હનુમાન મંદિર પાછળ નવલખી રોડ મૂળ વવાણીયા વાળા ૨૪ બીયર સાથે મળી આવ્યા હતા જેથી આ બંને શખ્સોની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા તેઓએ મોરબીના ગાયત્રી આશ્રમની પાછળના ભાગમાં ધુતારી વિસ્તારમાં વધુ બિયરના ટીન છુપાવ્યા હોવાની માહિતી આપી હતી જેથી પોલીસે ત્યાં ચેક કરતા કુલ મળીને ૪૯૬ બીયરના ટીન મળી આવ્યા હોય પોલીસે ૪૯૬૦૦ રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો અને વીસ હજાર રૂપિયાની કિંમતનું એકટીવા લઈને ૬૯૪૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે પોલીસે હાલમાં બે શખ્સોની ધરપકડ કરેલ છે અને તેઓની પાસેથી મળી આવેલ બિયરનો જથ્થો તે ક્યાંથી લઇ આવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે આ કામગીરી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ પી.કે. દેકાવડિયાની સૂચના મુજબ રમેશભાઈ મીયાત્રા, ભરતભાઈ ખાંભરા, બ્રિજેશભાઈ બોરીચા, ભગવાનભાઈ ખટાણા, કિર્તીસિંહ, ધર્મેન્દ્રભાઈ રાંકજા, કલ્પેશભાઈ પટેલ સહિતનો દ્વારા કરવામાં આવી હતી.




Latest News