મોરબીના લાલપર-ઉચીમાંડલ ગામ પાસે જુદાજુદા બે કારખાનામાં બે યુવાને કર્યા આપઘાત
મોરબીના જુના ઘુટુ રોડે રમતા રમતા કમ્પ્રેસર મશીનથી બાળકને ગુદાના ભાગેથી શરીરમાં હવા ભરાઈ જતાં મોત નીપજયું
SHARE









મોરબીના જુના ઘુટુ રોડે રમતા રમતા કમ્પ્રેસર મશીનથી બાળકને ગુદાના ભાગેથી શરીરમાં હવા ભરાઈ જતાં મોત નીપજયું
મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ સિમોલા સીરામીક નામના કારખાનામાં કામ કરતા પિતા એર કમ્પ્રેસર મશીનથી પોતાના કપડા ઉપર ચોટલી ધૂળને સાફ કર્યા બાદ પાણીથી હાથ મોઢું ધોવા માટે ગયા હતા ત્યારે તેના બે બાળકો એર કમ્પ્રેસર મશીનની નળીથી રમતા હતા ત્યારે એક ચાર વર્ષના બાળકને ગુદાના ભાગેથી શરીરમાં હવા ભરાઈ ગઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર દરમિયાન આ બાળકનું મોત નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના આ બનાવની નોંધ કરીને મોરબી તાલુકા પોલીસ દ્વારા આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મુળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના જુના ઘુટુ રોડ ઉપર સિમોલા સીરામીક નામના કારખાનામાં રહેતા અને માટી વિભાગમાં કામ કરતા રોશનભાઈ સુખલાલાભાઈ ડામોર જાતે આદિવાસી (ઉમર ૨૫) ગઈકાલે બપોરના અઢી વાગ્યાના અરસામાં પોતાના કારખાનાની અંદર માટી ખાતામાં કામગીરી કરી રહ્યા હતા ત્યારે તેમના બે દિકરા કિશન અને વિશાલ પણ ત્યાં તેઓની સાથે હતા અને રોશનભાઈ પોતાનું કામ પૂરું થતા પોતાના કપડા ઉપરની માટી એર કમ્પ્રેશન મશીનથી સાફ કરીને પાણીથી હાથ મોઢું ધોવા માટે ગયા હતા ત્યારે એર કમ્પ્રેશન મશીનની નળીથી કિશન અને વિશાલ રમતા હતા દરમિયાન વિશાલના ગુદાના ભાગેથી તેના શરીરની અંદર હવા ભરાઈ ગઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા જોકે સારવાર કારગત ન નીવડતા બાળકનું મૃત્યુ નીપજયું હતું જેથી અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને આ બનાવની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.પી. વસિયાણી ચલાવી રહ્યા છે અને મૃતક બાળકના ડેડબોડીનું ફોરેન્સિક પીએમ કરાવવામાં આવ્યું છે.
