મોરબીના યમુનાનગર પાસે વાહન ચેકિંગ દરમ્યાન ૪૯૬ બીયર સાથે બે શખ્સ પકડાયા
મોરબીના નગરસેવકો પોતાના વિસ્તારના વિકાસ કામમાં કોઈ કચાસ ન રાખે: બ્રિજેશભાઇ મેરજા
SHARE









મોરબીના નગરસેવકો પોતાના વિસ્તારના વિકાસ કામમાં કોઈ કચાસ ન રાખે: બ્રિજેશભાઇ મેરજા
આગામી સમયમાં ચોમાસાની ઋતુ સંદર્ભે પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઇ મેરજાની અધ્યક્ષતામાં અત્યાર સુધીની થયેલ કામગીરીની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ત્યારે કલેક્ટર કચેરીના સભાખંડમાં નગરપાલિકાના તમામ સદસ્યો અને સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સીધો સંવાદ સાધી પ્રગતિ હેઠળના વિકાસકામો અંગે સમીક્ષા તેમજ ભવિષ્યમાં થનારા વિકાસ કાર્યો અંગે વિવિધ સુચનો કર્યા હતા.
આ સમીક્ષા બેઠકમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, તમામ નગરસેવકો પોતાના વિસ્તારમાં જાગૃત રહીને જે કામગીરી કરી રહ્યા છે તેમાં કોઈ કચાસ ન રહે. આ સાથે જ મંત્રીએ સ્થાનિક પ્રશ્નોના ત્વરિત નિવારણ માટે હંમેશા પ્રયત્નશીલ રહેવા નગરસેવકોને સૂચન કર્યું હતું. મોરબીના સાર્વત્રિક અને સમતોલ વિકાસ માટે નગરસેવકોને અપીલ કરતા જણાવ્યું હતું કે દરેક માણસ સુધી પહોંચી અને તેના પ્રશ્નોને વાચા આપવીએ આપણું કર્તવ્ય છે. આ બેઠકમાં પ્રાદેશિક કમિશ્નર ધીમંત વ્યાસે મોરબી નગરપાલિકા વિસ્તારમાં ભવિષ્યમાં આકાર લેનાર રિવરફ્રન્ટ યોજના, કેનાલ રોડ બ્યુટીફીકેશન, સોલાર પાર્ક તેમજ સીટી બસ પ્રોજેકટ અંગે માહિતી પૂરી પાડી હતી. વધુમાં ૧૬ સીએનજી નવી સીટી બસ ખરીદવાની કાર્યવાહી અંગે સૌને માહિતાગાર કર્યા હતા. આ સમીક્ષા બેઠકમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા ઉપરાંત નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા, કારોબારી ચેરમેન સુરેશભાઇ દેસાઇ, પ્રાંત ડી.એ. ઝાલા, રિઝનલ કમિશ્નર ધીમંત વ્યાસ સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
