મોરબીના બેલા ગામે ગેરેજ પાસેથી બીયરના ૧૪૨ ટીન સાથે એક ઝડપાયો
મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબને શ્રેષ્ઠ ક્લબનો એવોર્ડ એનાયત
SHARE









મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબને શ્રેષ્ઠ ક્લબનો એવોર્ડ એનાયત
ઇન્ડિયન લાયન્સ ક્લબની ૨૩ મી નેશનલ કોન્ફરન્સ તાજેતરમાં જામનગર ખાતે હોટલ ફર્નમાં યોજાઈ હતી. જેમા ઇન્ડિયન લાયન્સના નેશનલ ચેરપર્સન તરીકે ઇન્ડિયન લાયન અક્ષયભાઈ ઠક્કર તેમજ તેમની ટીમની શપથ લેવાઈ હતી. આ કાર્યક્રમમાં મોરબી ઇન્ડિયન લાયોનેસના શોભનાબા ઝાલાની સતત બીજા વર્ષે નેશનલ જોઇન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક થઈ હતી. તેમજ પ્રીતિબેન દેસાઈ, નયનાબેન બારા, પુનિતાબેન છેયા, પ્રફુલાબેન સોનીની નેશનલ બોર્ડ મેમ્બર તરીકે નિમણૂક કરાઈ હતી અને મોરબી શહેરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતી બનેલી મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબને તેની સેવાકીય પ્રવૃતિઓ માટે શ્રેષ્ઠ ક્લબનો એવોર્ડ આપવામાં આવ્યો હતો
