હળવદમાં ગેરકાયદે બાંધકામનો રાફળો: અધિકારી મૌન રહેતા હાઇકોર્ટમાં જવાની ઉચ્ચારી ચિમકી
SHARE









હળવદમાં ગેરકાયદે બાંધકામનો રાફળો: અધિકારી મૌન રહેતા હાઇકોર્ટમાં જવાની ઉચ્ચારી ચિમકી
હળવદમાં વર્ષોથી ગેરકાયદે નવા કોમ્પલેક્ષ, શોપિંગસેન્ટરો સહિત બિલ્ડિંગના બાંધકામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યા છે અને બાંધકામ વિભાગના નિયમોનો ઉલાળિયો કરવામાં આવી રહ્યો છે તો પણ જવાબદાર અધિકારી દ્વારા કેમ કોઈ પગલાં લેવામાં આવતા નથી તે સૌથી મોટો સવાલ છે હાલમાં હળવદના મેઈન રોડ પર આવેલ ઢવાણીયા દાદાના મદીર પાસે આવેલ કોમ્પલેક્ષના કોઈ રેકોર્ડ પાલીકા પાસે નથી પણ તેમ છતા પાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી કેમ કરવામાં આવેલ નથી તે સૌથી મોટો સવાલ છે
હળવદના જાગૃત નાગરિક ઈશ્વરભાઈ પરમાર દ્વારા ૩૦/૧૨/૨૦૨૧ નાં રોજ હળવદ નગરપાલિકામા આરટીઆઈ કરવામાં આવી હતી જેના સ્થાનિક અધિકારી પાસેથી કોઈ સંતોષકારક જવાબ મળેલ ન હતો જેથી કરીને પ્રાદેશિક કચેરી વર્ગ-૧ રાજકોટમાં પ્રથમ અપીલ દાખલ કરી હતી અને અરજદાર અને ચીફ ઓફિસરને સુનાવણી માટે તા૧૫/૩/૨૦૨૨ના રોજ રુબરુ બોલાવ્યા હતા અને ૧૫ દિવસમાં માહિતી આપવા હુકમ કર્યો હતો જે હુકમ અન્વયે પાલીકાએ જવાબ આપતા તા૧૩/૪/૨૦૨૨ ના પત્રથી અરજદારને કહ્યું હતું કે, આવું કોમ્પલેક્ષ અમારા રેકોર્ડમાં નથી આથી અરજદારે ૨૦/૪/૨૦૨૨ નાં રોજ કલેક્ટર, મામલતદાર,જિલ્લા સેવા સદન, રાજકોટ પાદેશીક કમીશ્નરને હળવદ પાલીકા તમામ જગ્યાએ અરજી કરીને ગેરકાયદે બાંધકામ હટાવવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે અને દબાણ કરનારાઓની સામે પગલાં લેવામાં આવે તેવી માગ કરી હતી પરંતુ અફસોસ કે આજ સુધીમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી હવે આ મુદે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવાની ચીમકી અરજદારે ઉચ્ચારી છે
