ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના નવા બિલ્ડિંગનું કામ ગોકળગતિએ કરનારા કોન્ટ્રાકટરનો કોન્ટ્રાક્ટ રદ્દ


SHARE

















મોરબી પાલિકાના નવા બિલ્ડિંગનું કામ ગોકળગતિએ કરનારા કોન્ટ્રાકટરનો કોન્ટ્રાક્ટ રદ્દ

રાજ્યની એ ગ્રેડની પાલિકામાં મોરબી પાલિકાનો સમાવેશ થાય છે અને આ પાલિકાના નવા બિલ્ડિંગને બનાવવા માટેનું કામ વર્ષ ૨૦૧૮ માં આપવામાં આવ્યું હતું જો કે, ગોકળગતિએ કામ કરવામાં આવી રહયું હતું જેથી કરીને કોન્ટ્રાકટરનો કોન્ટ્રાક્ટ રદ્દ કરીને તેની ડિપોઝીટ જપ્ત કરી લેવામાં આવી હોવાનું પાલિકા પાસથી જાણવા મળેલ છે

મોરબી પાલિકાના જૂના બિલ્ડિંગની બાજુમાં જ નવું બિલ્ડીંગ બનાવવા માટેની કામ વર્ષ ૨૦૧૮ માં રાજકોટની મારૂતિ એન્ટરપ્રાઇઝ નામની પેઢીને આપવામાં આવ્યું હતું અને ૧૫ માહિનામાં તે કામ પૂરું કરવાનું હતું જો કે, આજ દિવસ સુધીમાં કામ પૂરું કરવામાં આવ્યું નથી જેથી કરીને પાલિકાના વર્તમાન ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા દ્વારા કામની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી અને સત્વરે કામ પૂરું કરવા માટે તાકીદ કરી હતી જો કે, કોન્ટ્રાકટર દ્વારા કામ પૂરું કરવાના બદલે મુદતમાં વધારો કરવા માટેની અરજી આપવામાં આવી હતી અને ભાવ વધારો પણ માંગવામાં આવ્યો હતો આટલું જ નહીં કોન્ટ્રાકટર દ્વારા સ્ટ્રક્ચર ડિઝાઈન આપવામાં આવી હતી તે મુજબ કામ કરવામાં આવ્યું નથી જેથી શરત ભંગ કરવામાં આવતા ચીફ ઓફિસર દ્વારા હાલમાં કોન્ટ્રાકટરનો કોન્ટ્રાકટ રદ્દ કરવામાં આવ્યો છે




Latest News