મોરબી પાલિકાના નવા બિલ્ડિંગનું કામ ગોકળગતિએ કરનારા કોન્ટ્રાકટરનો કોન્ટ્રાક્ટ રદ્દ
મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી સન્માન નિધિ કાર્યક્રમ યોજાયો
SHARE









મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી સન્માન નિધિ કાર્યક્રમ યોજાયો
મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે જીલ્લા પંચાયત મોરબીના કારોબારી અધ્યક્ષ જયંતીભાઈ પડસુંબિયાના અધ્યક્ષ સ્થાનેથી પ્રધાનમંત્રી સન્માન નિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીનું સીમલા ખાતેથી પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના પ્રોગ્રામનું જીવંત પ્રસારણ આ કેન્દ્ર ખાતેથી ખેડૂતોને બતાવવામાં આવ્યું હતુ.તેમજ આ પ્રોગ્રામમાં પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન દાઝીબાપુ દ્રારા આપવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમ જિલ્લા ખેતીવાડી અધિકારી ચૌહાણ અને આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર દલસાણીયાભાઈના સંકલનથી યોજવામાં આવો હતો. પ્રોગ્રામનું સંચાલન આ કેન્દ્રના ઇન્ચાર્જ ડી.એ.સરડવા અને નિલેશભાઈ વાધડિયા દ્વારા કરવામાં આવ્યુ હતુ.
