હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ૨૦ વર્ષનો સાથ ૨૦ વર્ષનો વિશ્વાસ અંતર્ગત યોજનારા કાર્યક્ર્મ માટે બેઠક યોજાઇ


SHARE

















મોરબી જીલ્લામાં ૨૦ વર્ષનો સાથ ૨૦ વર્ષનો વિશ્વાસ અંતર્ગત યોજનારા કાર્યક્ર્મ માટે બેઠક યોજાઇ

મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલના અધ્યક્ષસ્થાને વંદે ગુજરાત ૨૦ વર્ષનો સાથ ૨૦ વર્ષનો વિશ્વાસઅન્વયે ૩૦ મી જૂનના રોજ યોજાનાર કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે કલેકટરએ કાર્યક્રમ માટે સ્થળ પસંદગી, ડોમ તેમજ કાર્યક્રમના આયોજન અંગે તમામ વ્યવસ્થાઓ જોવા સંબંધિત વિભાગોને સૂચનો કર્યા હતા. ઉપરાંત મેળા તેમજ પ્રદર્શન માટે સંલગ્ન વિભાગોને સુચારુ આયોજન કરવા તથા યુવા અને સાંસ્કૃતિક વિભાગને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવા અંગે વિવિધ સુચનો કર્યા હતા.ઉલ્લેખનીય છે કે હાલ સમગ્ર રાજ્યમાં વંદે ગુજરાત ૨૦ વર્ષનો સાથ ૨૦ વર્ષનો વિશ્વાસઅન્વયે ૭ દિવસીય મેળા તેમજ પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ૩૦મી જૂનથી યોજાનાર છે. જેમાં વિવિધ વિભાગની ૨૦ વર્ષની વિકાસના માર્ગે ભરેલી હરણફાળનું પ્રદર્શન તેમજ સખીમંડળ દ્વારા વેચાણ સ્ટોલનું ૭ દિવસ માટે આયોજન કરવામાં આવનાર છે. આ બેઠકમાં કલેકટર જે.બી.પટેલ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે.ભગદેવ, ઇન્ચાર્જ અધિક નિવાસી કલેકટર તેમજ મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા,  જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મીતાબેન જોશી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇશિતાબેન મેર, ડીવાયએસપી એમ.આઈ.પઠાણ, સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસ તેમજ સંબંધિત વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

એવોર્ડ માટે અરજી કરી શકશે

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા તેનઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ સાહસિકોને યોગ્યતાને આધારે એનાયત કરવામાં આવે છે. જે અન્વયે મોરબી જિલ્લામાં સાહસિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ સાહસિકોએ પોતે રાજ્ય, રાષ્ટ્ર કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેળવેલ સિદ્ધિઓના આધાર સાથે અરજી કરવાની રહેશે. આ અરજી તા. ૭-૬ સુધીમાં જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, રૂમ નંબર ૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી ખાતે મોકલી આપવા  જિલ્લા રમત-ગમત અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.




Latest News