હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

ટંકારા-મિતાણા વચ્ચે ટેન્કર સાથે રિક્ષા અથડાતાં વૃદ્ધનું મોત


SHARE

















ટંકારા-મિતાણા વચ્ચે ટેન્કર સાથે રિક્ષા અથડાતાં વૃદ્ધનું મોત

મોરબી રાજકોટ હાઇવે ઉપર ટંકારા મિતાણા વચ્ચે પાણીના ટેન્કર સાથે રિક્ષા અથડાતા ઇજા પામેલા વૃદ્ધનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના નવલખી બાયપાસ રોડ ઉપર ભાંગલની વાડીમાં રહેતા દેવરાજભાઈ ખેતાભાઇ પરમાર (૫૫) રિક્ષા ચલાવવાનું કામ કરે છે અને પોતાની રિક્ષા લઈને તેઓ મોરબી રાજકોટ હાઇવે ઉપર ટંકારા મીતાણા વચ્ચેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે અકસ્માતના બનાવમાં તેને ઇજા થઈ હોવાથી દેવરાજભાઈ ખેતાભાઇ પરમારનું મોત નીપજ્યું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે મૃતકના ભત્રીજા વસંતભાઈ પરમાર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું મોરબી રાજકોટ વચ્ચે ડિવાઈડરમાં વૃક્ષો વાવવામાં આવ્યા છે તેને પાણી પાવા માટે જે ટેન્કર દોડતા હોય છે તે ટેન્કરના ચાલકે અચાનક પોતાનું ટેન્કર વાળી લેતા તે ટેન્કરની સાથે તેઓના કાકાની રીક્ષા અથડાઇ હતી અને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં તેના કાકાને ઇજાઓ થઇ હોવાથી તેનું મોત નીપજ્યું છે અને અકસ્માતથી મૃત્યુના આ બનાવને લીધે ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

અકસ્માતમાં ઇજા

હળવદ તાલુકાના કવાડીયા ગામ પાસે ટ્રેક્ટરમાં પગ આવી જવાના કારણે સુરેશભાઈ ફૂલ્લાભાઈ મકવાણા (ઉંમર ૩૬) ને પગમાં ઈજા થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા જેથી કરીને અકસ્માતના આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.




Latest News