મોરબીના બેલા ગામે પાણીના ટાંકામાં પડી જતા મહિલાનું મોત
SHARE









મોરબીના બેલા ગામે પાણીના ટાંકામાં પડી જતા મહિલાનું મોત
મોરબીના સામાકાંઠે આવેલ જેતપર રોડ ઉપરના બેલા ગામ નજીકના સિરામીક યુનીટમાં પાણીના ટાંકામાં અકસ્માતે પડી જતા પરપ્રાંતિય મહિલાનું મોત નિપજયું હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે.
મોરબી તાલુકા પોલીસના સુત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર બેલા (રંગપર) ગામ પાસે આવેલ ફલોરીસ સિરામિક મામના કારખાના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતાં પુનમબેન પ્રમેદભાઈ કમલ નામની ૨૬ વર્ષીય પરપ્રાંતીય મજૂર મહિલા અકસ્માતે પાણીના ટાંકામાં પડી ગઈ હતી.જેથી કરીને તેણીનું મોત થતા મૃતદેહને પીએમ માટે માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.મૃતકનો લગ્નગાળો દશ વર્ષનો હોવાનું અને ચાર સંતાન હોવાનું જાણવા મળેલ છે.હાલ બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્રારા બનાવ અંગે આગળની તપાસ શરુ કરવામાં આવેલ છે.
સાયકલમાંથી પડી જતા ઇજા
મોરબીના નારણકા ગામના રહેવાસી અલારખાભાઈ અબુભાઈ સંધિ નામના ૫૪ વર્ષીય વૃદ્ધ ઘરેથી તબેલા તરફ જતા હતા ત્યારે રસ્તામાં નદીના કાંઠા પાસે તેઓ સાયકલમાંથી પડી જતા ઇજાઓ થવાથી તેમને સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામે રહેતો ગૌતમ દિનેશ સોલંકી નામનો આઠ વર્ષીય બાળક ઘર નજીક સાઈકલમાં જતો હતો ત્યારે તે પણ સાયકલમાંથી પડી જતાં ઇજાઓ થવાથી તેને સારવાર માટે ખસેડાયો હતો.
વાહન અકસ્માતમાં ઈજા
માળિયા મિંયાણાના વવાણીયા ગામના રહેવાસી રંજનબેન લાલભાઈ ઝાલા નામની મહિલા બાઈકના પાછળના ભાગે બેસીને દવાખાને જતા હતા ત્યારે રસ્તામાં વાંકાનેર હાઇવે ઉપર આવેલ જૂની કુબેર ટોકીઝ પાસે તેઓનું બાઇક સ્લીપ થઇ જતાં સર્જાયેલ અકસ્માતનાં બનાવમાં ઇજાઓ થતાં રંજનબેનને સારવાર માટે ખસેડાયા હતા.
