મોરબી સિરામિક એસો.ના માજી પ્રમુખ નિલેશ જેતપરિયા સરદારધામમાં સ્થાપક ટ્રસ્ટી તરીકે જોડાયા
મોરબીમાં નિરાધાર વૃદ્ધ-વિધવાઓને નથી મળ્યું આઠ માસથી પેન્શન ?!
SHARE









મોરબીમાં નિરાધાર વૃદ્ધ-વિધવાઓને નથી મળ્યું આઠ માસથી પેન્શન ?!
સરકાર દ્વારા નિરાધાર વૃદ્ધ અને વિધવાઓને પેન્શન આપવામાં આવે છે જો કે, મોરબીમાં છેલ્લા આઠ મહિનાથી આ પેન્શન આપવામાં આવ્યું નથી જેથી કરીને મોરબી નગરપાલીકા વોર્ડ નં.-૪ના પૂર્વ કાઉન્સીલર સુરેશભાઈ પી. શિરોહીયા અને વર્તમાન કાઉન્સીલર જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા દ્વારા વિધવા પેન્શન તાત્કાલિક આપવા માટે સીએમ ભુપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને તેમાં લખ્યું છે કે, મોરબી જીલ્લાના ૭૦૦ વિધવા તથા વૃધ્ધને છેલ્લા આઠ માસથી પેન્શન મળ્યું નથી અને લોકોને ધક્કા થઈ રહ્યા છે ત્યારે પેન્શન પર નભતા પરિવારોને તાત્કાલિક પેન્શનની રકમ આપવામાં આવે તેવી માંગ કરી છે.
