ટંકારાના અમરાપર ગામે વાડીની ઓરડીમાં ગળેફાંસો ખાઈ લેતા યુવાનનું મોત
SHARE









ટંકારાના અમરાપર ગામે વાડીની ઓરડીમાં ગળેફાંસો ખાઈ લેતા યુવાનનું મોત
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના અમરાપર ગામની સીમ વિસ્તારમાં પોતાની વાડીએ કોઈ કારણોસર પટેલ યુવાને ગળેફાંસો ખાઇ લીધો હતો.જેથી કરીને તેનું મોત નીપજતાં મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો અને બનાવને પગલે હાલમાં ટંકારા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.
ટંકારા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટંકારા તાલુકાના અમરાપર ગામની સીમ વિસ્તારમાં પોતાની વાડીએ જઈને વાડીની ઓરડીમાં પોતાની જાતે ભાવેશભાઇ અમરશીભાઈ કોરીંગા જાતે પટેલ (ઉમર ૩૪) રહે. લોવાસ ટંકારા જી.મોરબીએ ગળેફાંસો ખાઇ લીધો હતો.જેથી કરીને ભાવેશભાઇ કોરીંગાનું મોત નિપજતાં મૃતદેહને ટંકારા સિવિલ ખાતે પીએમ માટે લઇ જવામાં આવ્યો હતો અને ત્યાંથી ટંકારા પોલીસને જાણ થતાં હાલમાં બનાવના કારણ અંગે ટંકારા પોલીસ મથકના એસ.બી.સિદ્દીકી દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
મારામારીમાં ઘવાયેલ કાકા-ભત્રીજાને રાજકોટ ખસેડાયા
મોરબીના સામાકાંઠે ત્રાજપર વિસ્તારમાં નજીવી વાતે સામસામે ધારીયા, પાઇપ અને છરી જેવા હથિયારો વડે જુથ અથડામણની મારામારી થઈ હતી.જેમાં ઇજાગ્રસ્તોને મોરબીની હોસ્પીટલે ખસેડાયા હતા અને જે પૈકી બેની હાલત નાજુક જણાતાં જીતેન્દ્ર મનુભાઈ પાટડીયા કોળી (૩૨) અને તેના કાકા નારણભાઈ મોહનભાઈ પાટડીયા કોળી (૬૯) રહે. બંને ત્રાજપર સામાકાંઠે મારબી-૨ વાળાઓને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.
મહિલા સારવારમાં
મોરબીની પલક પેપર મીલના લેબર કવાટરમાં રહીને મજૂરીકામ કરતા માનતીબેન વિક્રમકુમાર લક્ષ્મીપ્રસાદ નામની ૨૪ વર્ષીય મહિલા ગઇકાલના કોઈ કારણોસર ઝુ મારવાનો પાઉડર પી જતાં તેણીને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.
