ટંકારાના અમરાપર ગામે વાડીની ઓરડીમાં ગળેફાંસો ખાઈ લેતા યુવાનનું મોત
મોરબીમાં રવિવારે વૈદિક પરંપરાથી નિદાન સારવાર કેમ્પનું આયોજન
SHARE









મોરબીમાં રવિવારે વૈદિક પરંપરાથી નિદાન સારવાર કેમ્પનું આયોજન
આજે લોકોની રહેણીકરણી બદલી ગયેલ હોય અને ખાનપાનના નિયમોની પરેજી પાળવામાં આવતી ન હોવાના લીધે લોકો દિવસેને દિવસે આર્થિક સંપન્ન તો થતા જાય છે તે રીતે જ શારીરિક રીતે પણ નિર્બળ અને નિર્ધન થતાં જતાં હોય તેવું લાગી રહ્યું છે માટે રોગોને જડમૂળથી દૂર કરવાના આશયથી આગામી તા.૫ જૂન અને રવિવારના રોજ અહીંના સેજપાલ હોલ,જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ ખાતે સવારના ૯ થી ૨ અને બપોરના ૨:૩૦ થી ૫ વાગ્યા દરમિયાન રોટરી કલબ દ્વારા સ્વાસ્થ્યમંગલ વૈદિક પરંપરાથી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પમાં ગીર (સાસણ) ના પ્રખર વૈદ્ય જીજ્ઞેશભાઇ પટેલ દ્વારા વર્ષોના અનુભવ અને આયુર્વેદના સમન્વયથી શરીરના જટીલ રોગોનું નિઃશુલ્ક નાડી પરીક્ષણ દ્વારા યોગ્ય નિદાન, માર્ગદર્શન અને ઇલાજ કરવામાં આવશે.
આ અંગે રોટરી કલબ મોરબીના પ્રેસિડેન્ટ બંસીબેન શેઠ તેમજ સેક્રેટરી રશીદાબેન લાકડાવાલાએ જણાવ્યા પ્રમાણે જુના, હઠીલા રોગો હોય અને બધી જગ્યાએથી થાકેલા કે નિરાશ હોય તેવા દર્દીએ વાર ખાસ મુલાકાત કરવા અનુરોધ કરાયો છે. હાથપગ, ગોઠણ, કમરના મણકાને લગતી તકલીફ તથા વાની તકલીફ, સાયટીકા, સોર્યાસીસ, સ્ત્રીરોગ, ડાયાબીટીસ જેવા જટીલ રોગોના સ્પેશ્યાલીસ્ટ તબીબ છે.ઉપરોકત રોગોની સારવાર કોઇપણ જગ્યાએ લીધેલ હોય અને ફર્ક ન પડયો હોય તેવોએ અચુક મુલાકાત લેવી અગાઉથી નામ નોંધણી થયેલ હશે તે દર્દીઓને જ કેમ્પમાં તપાસવામાં આવશે. કેમ્પનો લાભ ઇચ્છતા દર્દીઓએ કેશ નોંધાવવા માટે ભરતભાઈ કાનાબાર મો.8849031008, સિધ્ધાર્થભાઇ જોશી નો.92288 97372, હરીશભાઇ શેઠ મો.93761 61406 ઉપર નામ નોંધાવવા માટે સંપર્ક કરવાનો રહેશે.
