હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરના વલાસણ ગામે ભારે વીજ લાઈનમાં લોખંડનો સળીયો અડી જતાં બાળકીનું મોત : બાળક રાજકોટ ખસેડાયો


SHARE

















વાંકાનેરના વલાસણ ગામે ભારે વીજ લાઈનમાં લોખંડનો સળીયો અડી જતાં બાળકીનું મોત : બાળક રાજકોટ ખસેડાયો

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા વાલાસણ ગામે વાડી વિસ્તારમાં રહીને ખેત મજૂરીનું કામ કરતા આદીવાસી પરિવારની ૧૦ વર્ષીય બાળકી તેમજ ૮ વર્ષનો બાળક વાડીમાં આવેલ ઓરડીની છત ઉપર રમી રહ્યા હતા ત્યારે તેઓના હાથમાં રહેલ લોખંડનો સળીયો ઉપરથી પસાર થતી ભારે ઈલેક્ટ્રીક લાઈનમાં અડી જતાં ૧૦ વર્ષીય બાળકીનું મોત નીપજ્યું હતું જ્યારે બાળકને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.

વાંકાનેર તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વલાસણ ગામે યુનુસભાઇ જીવાભાઈ ભોરણીયાની વાડીએ રહીને ખેત મજૂરીનું કામ કરતાં શ્યારામચંદ્ર ખરાળીની દશ વર્ષીય દિકરી પાયલ અને આઠ વર્ષનો પુત્ર વિશાલ તેઓની વાડીએ આવેલ ઓરડીની છત ઉપર રમી રહ્યા હતા.તે દરમિયાનમાં તેમના હાથમાં રહેલ લોખંડનો સળીયો ઉપરથી પસાર થતી ૧૧ કેવીની ભારે વિજલાઇનમાં અડી જતાં બંને ભાઈ-બહેનને શોટ લાગ્યો હતો અને બંને શરીરે દાઝી જતા બનેલ ગોજારા બનાવમાં પાયલબેન શ્યારામચંદ્ર ખરાડી નામની ૧૦ વર્ષીય બાળકીનું મોત નીપજ્યું હતું અને તેના ભાઈ વિશાલ શ્યારામચંદ્ર ખરાડી (૮) ને વાંકાનેરની સિવિલ હોસ્પિટલે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.બનાવ અંગે નોંધ થતાં હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ મથકના પી.ડી.જાડેજા દ્વારા બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.ગોજારા બનાવના પગલે આદીવાસી મજુર પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.

વાંકાનેરમાં ત્રણસો લીટર દેશી દારૂનો આથો પકડાયો

મોરબી જિલ્લામાં માગો ત્યાં માંગો તેટલો અંગ્રેજી અને દેશી દારૂ જોઈએ કેટલો મળે છે અને તેવામાં પોલીસ દ્રારા સમયાંતરે દેખાડવાની કામગીરી કરીને 'સરકારી પત્રકોની રંગોળી' કરવાની હોય તેવી કામગીરી કરતી હોય તેવો ઘાટ સર્જાયો છે.દરમિયાનમાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વાંકાનેરના વિઠ્ઠલગઢ રાતડાની સીમમાં વોંકડા નજીક ગેલા કાનાભાઇની વાડીની બાજુમાં ખરાબામાં રેડ કરીને ત્યાંથી રૂપિયા ૬૦૦ ની કિંમતનો દેશી દારૂ બનાવવા માટે વપરાતો ૩૦૦ લીટર ઠંડો આથો પકડી પાડયો હતો અને તે માલ અહીં વાંકાનેર તાલુકાના સત્તાપર ગામના અશ્વિન મેરા કોળી નામના ઈસમે સંગ્રહ કરી રાખ્યો હોય તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.




Latest News