હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે હાઉસિંગ બોર્ડમાં બંધ પડેલી કારમાંથી ૧૧૪ બોટલ દારૂ મળ્યો : બુટલેગરને શોધવા કવાયત શરૂ


SHARE

















મોરબીના સામાકાંઠે હાઉસિંગ બોર્ડમાં બંધ પડેલી કારમાંથી ૧૧૪ બોટલ દારૂ મળ્યો : બુટલેગરને શોધવા કવાયત શરૂ

મોરબીના સામાકાંઠે આવેલા મહારાણા પ્રતાપ સર્કલ નજીક ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પહેલી શેરીમાં બંધ પડેલી વેગન આર કારમાં બાતમીને આધારે પોલીસે સર્ચ કરતાં કારમાંથી ૧૧૪ બોટલ વિદેશી દારૂ મળી આવતા કાર તથા વિદેશી દારૂ મળીને પોલીસ દ્રારા ૧.૦૯ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને હાલમાં કાર ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીએસઆઇ એલ.એન.વાઢીયા તેમજ પ્રફુલભાઈ પરમાર સહિતનો સ્ટાફ ગઈકાલે સાંજે છએક વાગ્યે પેટ્રોલીંગમાં હતો.દરમિયાનમાં પ્રફુલભાઇને મળેલ બાતમી આધારે મોરબીના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસેના ગુજરાત હાઉસિંગ બોર્ડની પહેલી શેરીમાં પડેલ ખાખી કલરની વેગન આર કાર નંબર જીજે ૩ બીએ ૪૪૧૮ માં તપાસ કરવામાં આવતા બાતમી મુજબ કારમાંથી કુલ મળીને ૧૧૪ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને રૂા.૫૯,૨૮૦ ની કિંમતનો દારૂ તેમજ રૂપિયા ૫૦ હજારની વેગન આર કાર એમ કુલ મળીને રૂા.૧,૦૯,૨૮૦ ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને હાલમાં વેગન આર કાર નંબર જીજે ૩ બીએ ૪૪૧૮ ના ચાલક સામે ફરિયાદ નોંધીને તેને શોધવા માટે બી ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

છરી સાથે પકડાયા

ટંકારા પોલીસ દ્વારા ત્રણ હાટળી શેરી પાસેથી નીકળેલા દિલાવર મુસા ઉમરીયા જાતે ખલીફા (૨૯) રહે. મઢવાળી શેરી ટંકારાને અટકાવીને તેની અંગઝડતી લેવામાં આવતા તેના પેન્ટના નેફામાંથી ધારદાર છરી મળી આવતા તેના વિરૂધ્ધ હથિયારબંધીના જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ અનેક વખત પોલીસ ચોપડે ચડી ગયેલ હરભજનસિંહ ઉર્ફે ગેંડો ધવલસિંહ ખીંચી જાતે સરદારજી (૨૧) રહે. બાલા હનુમાન મંદિર પાસે વિશીપરા વાળો શહેરના કાલીકા પ્લોટ વિસ્તારમાંથી નીકળ્યો ત્યારે તેની એ ડિવિઝન પોલીસ દ્વારા અંગઝડતી લેવામાં આવતા તેની પાસેથી પણ ધારદાર છરી મળી આવતા તેની સામે પણ હથીયારબંધીના જાહેરનામાના ભંગ બદલ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા હતા.




Latest News