મોરબીમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઇએ ઝંડી આપીને સાયક્લોથોનનું કરાવ્યુ પ્રસ્થાન
હળવદમાં સીસીટીવી કેમેરા-સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપની માંગ
SHARE









હળવદમાં સીસીટીવી કેમેરા-સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપની માંગ
હળવદ શહેરમાં અને તાલુકામાં ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે લોકોની સલામતી માટે શહેરમાં મૂકવામાં આવેલ સીસીટીવી કેમેરા અને સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવામાં આવે તે અતિ જરૂરી છે ત્યારે ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા આ મુદે આવેદનપત્ર આપીને તાત્કાલિક અસરથી કામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તેને જણાવ્યુ છે કે, છેલ્લા નવ દિવસથી ચોરીની ઘટનાઓ વધી છે હાલમાં હળવદ પાલિકાના ચીફ ઓફિસર તેમજ પાલિકાના પ્રમુખને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને પાલિકાના પ્રમુખ દ્વારા સત્વરે સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી છે તેમજ સીસીટીવી કેમેરાનું કામ જલ્દીથી જલ્દી ચાલુ કરવામાં આવે તેવી પણ ખાતરી આપેલ છે
