મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના માજી ધારાસભ્યને ઊના વિધાનસભા બેઠકમાં બૂથ મેનેજમેન્ટ મજબૂતની જવાબદારી સોપાઈ


SHARE









મોરબીના માજી ધારાસભ્યને ઊના વિધાનસભા બેઠકમાં બૂથ મેનેજમેન્ટ મજબૂતની જવાબદારી સોપાઈ

આગામી વિધાનસભાની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક બેઠકો જીતવા ભાજપે કમર કસી છે અને એ માટેની રણનીતિના ભાગરૂપે બૂથ મેનેજમેન્ટ મજબૂત બનાવવાની યોજના અંતર્ગત મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાને ૯૩-ઉના વિધાનસભાની જવાબદારી સોંપાઈ છે અને તેમણે તા. ૨/૬ થી ભગવાન સોમનાથ દાદાના દર્શન કરીને ઉના બેઠકના વિસ્તારમાં તા ૩ થી ૫ સુધી પ્રવાસનું આયોજન કર્યું છે અને ઉના શહેર, ઉના તાલુકો તથા ગીર ગઢડા તાલુકા મંડલના હોદ્દેદારો સાથે ત્રણેય મંડલની કારોબારી બેઠકો ગુજરાત તથા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાના કામોની મુલાકાત, વિવિધ મોરચા સેલની બેઠકો, નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યઓ સાથે બેઠકો, આસપાસના ધાર્મિક સ્થળોના દર્શન ઉપરાંત અન્ય ભરચક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. અને ગીર ગઢડા અને ઉના તાલુકા પંચાયતો ઉપરાંત ઉના નગરપાલિકામાં ભાજપનું શાસન છે આ વિસ્તારમાં આવતી તમામ જિલ્લા પંચાયત બેઠકો ભાજપ હસ્તકની છે. ૨૦૧૯ ની લોકસભામાં ભારતીય જનતા પક્ષના ઉમેદવારને આ વિસ્તારમાંથી ૨૮૩૮૩ મતની સરસાઇ પ્રાપ્ત થઈ હતી. અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ આ સરસાઈ જળવાઈ રહે અને ઉનામાં ભાજપનો વિજય વાવટો ફરકાય તે માટે કાંતિભાઈ અમૃતિયા પક્ષની યોજના પ્રમાણે પોતાની આગવી ઢબથી કાર્યરત છે.




Latest News