હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીના ઘૂંટુ ગામેથી ગુમ થયેલા બાળકને શોધવા એસપીને રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાની તાકીદ


SHARE

















મોરબીના ઘૂંટુ ગામેથી ગુમ થયેલા બાળકને શોધવા એસપીને રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાની તાકીદ

મોરબી નજીકના ઘૂંટુ ગામે મામાના ઘરે આવેલા ભાણેજના અપહરણની પોલીસ તપાસ કરી રહી છે જો કે, પર્વ ભાવેશ વિડજા નામના સાત વર્ષીય બાળકનો કોઇ પત્તો લાગ્યો નથી જેથી કરીને ગુમ થયેલા પર્વને આકાશ પાતાળ એક કરીને શોધવા માટે રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજાએ એસપીને તાકીદ કરી છે.

મોરબીના ઘુંટુ ગામેથી ગુમ(અપહરણ) થયેલ બાળક પર્વને આકાશ પાતાળ એક કરીને પણ શોધવા માટે રાજય મંત્રી બ્રિજેશ મેરજાએ પોલીસને કડક તાકીદ કરેલ છે.

મોરબી જિલ્લાના માળીયા (મીં) તાલુકાના જુના ઘાંટીલા ગામના અને મહેન્દ્રનગર મામાના ગામેથી બાળક પર્વ ભાવેશભાઇ વિડજા ગુમ થયાની ઘટના બનેલ છે તે ઘટનાની ખૂબ ગંભીરતા લેતાં મોરબી માળીયાના ધારાસભ્ય અને શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર અને પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી બ્રિજેશ મેરજાએ તાલુકા પોલીસ અધિકારીને સતત અને સખત તાકીદ કરીને આ બાળકનો પતો મેળવવા જુદીજુદી ટીમો બનાવીને કામે લગાડીને કાર્યરત કર્યા છે.એટલુ જ નહિ પણ મંત્રી બ્રિજેશ મેરજા ખુદ અન્ય વિસ્તારના પ્રવાસમાં હોવા છતાં જિલ્લા પોલીસ વડાશ્રી રાહુલ ત્રિપાઠી પાસેથી આ ઘટના બાબતની રજેરજની માહિતી મળવીને આકાશપાતાળ એક કરીને પણ આ બાળક પર્વને શોધી કાઢવા અંગેના સ્પષ્ટ આદેશો બ્રિજેશ મેરજાએ કર્યા છે અને સાથોસાથ આ બાબતે સતત ચિંતા વ્યકત કરી છે.




Latest News