ખેલ મહાકુંભ-૨૦૨૨ જિલ્લા કક્ષાના વિજેતા ખેલાડીઓએ બે દિવસમાં ફોર્મ જમા કરાવવા
SHARE









ખેલ મહાકુંભ-૨૦૨૨ જિલ્લા કક્ષાના વિજેતા ખેલાડીઓએ બે દિવસમાં ફોર્મ જમા કરાવવા
ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર તથા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી મોરબી સંચાલિત ખેલ મહાકુંભ ૨૦૨૨ અંતર્ગત જિલ્લા કક્ષાએ વિજેતા થયેલ ખેલાડીઓ પૈકી જે ખેલાડીઓના રોકડ પુરસ્કારના ફોર્મ જમા કરાવવાના બાકી હોય તે ખેલાડીઓએ બે દિવસની અંદર રોકડ પુરસ્કારના ફોર્મ જમા કરાવવાના રહેશે. જેમાં બેંકની વિગત ફરજિયાત ખેલાડીઓની જ ચાલશે તેમજ આ ફોર્મ કચેરીને નહીં મળે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે ખેલાડી /શિક્ષક ની રહેશે. તો આ બાબતને ટોચ અગ્રતા આપવા ખાસ સૂચન કરાયું છે. અને આ ફોર્મ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી રૂમ નંબર ૨૫૭,બીજો માળ,તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી. ખાતે જમા કરાવી જવા મોરબી જિલ્લા રમત ગમત અધિકારીની યાદીમાં જણાવાયું છે.
