વાંકાનેર તાલુકાના સત્તાપર ગામે માજી મંત્રીની હાજરીમાં લોકોની રજૂઆત સાંભળવા માટે કાર્યક્રમ યોજાયો
હળવદ શહેરી વિસ્તારમાં બુધવારે અડધો દિવસ વિજકાપ
SHARE









હળવદ શહેરી વિસ્તારમાં બુધવારે અડધો દિવસ વિજકાપ
આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને વીજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આગામી બુધવારે મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવશે જેથી કરીને ત્યાં અડધો દિવસ વીજકાપ રાખવામા આવેલ છે
હળવદ ૬૬ કેવી સબ સ્ટેશનમાં મેન્ટેનન્સની કામગીરી કરવાની છે જેથી કરીને આગામી બુધવારને તા. ૮ જુનના રોજ હળવદ શહેરી વિસ્તારમાં સવારે ૬થી બપોરે ૧૨ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે અને કામગીરી થઈ ગયા પછી વીજ પુરવઠો પુનઃ ચાલુ કરી દેવામાં આવશે તેવું વીજ કંપનીના અધિકારીએ જણાવ્યુ છે
