મોરબીના નાયબ ડીપીઈઓ અને ટીપીઈઓની નિમણુંકને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આવકાર
હાશ મોરબીના ઘુંટુથી અપહરણ કરાયેલ પર્વ જામનગરથી હેમખેમ મળી આવ્યો: આરોપીને પણ દબોચી લીધો
SHARE









મોરબી નજીકના ઘૂંટુ ગામે મામાના ઘરે આવેલા ભાણેજના અપહરણ કરવામાં આવ્યુ હતુ અને પર્વ ભાવેશ વિડજા નામના સાત વર્ષીય બાળકનું બાલાજી પાન નામની દુકાન ધરાવતા દુકાનદાર રાજેશ જગોદરાએ અપહરણ કર્યુ હતુ તે ગુમ થયેલા પર્વને મોરબી એલસીબીની ટીમે જામનગર એલસીબીની ટીમની મદદથી શોધી કાઢ્યો છે અને જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી પર્વને કબજામાં લઇને પોલીસે આરોપીની અટકાયત કરી છે અત્રે ઉલેખનીય છે કે, પર્વને શોધવા માટે આકાશ પાતાળ એક કરવા રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજાએ આદેશ કર્યો હતો અને તેના મામા રાજેશભાઈ શામજીભાઈ જોટાણીયાએ નોંધાવેલ ફરીયાદ આધારે આરોપી રાજેશ ચંદુભાઈ જગોદરાની ધરપકડ કરવા માટેની કાર્યવાહી પોલીસે હાથધરી છે
