હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબી તાલુકા ભાજપની કારોબારી બેઠક યોજાઇ


SHARE

















મોરબી તાલુકા ભાજપની કારોબારી બેઠક યોજાઇ

મોરબી તાલુકા ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયાની અધ્યક્ષતામા રવાપર ગામે ઇન્દ્રપ્રશ્થ ફોર્મ ખાતે યોજાઇ હતી જેમાં આગામી વિધાનસભા ચુટંણીની પુર્વ તૈયારી રુપે પ્રદેશ ભાજપની સુચના અનુસાર બુથ સશકિતકરણ અભિયાન, કેન્દ્ર સરકારમા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેત્રુત્વમા ૮ વર્ષ પુર્ણ થતા સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ અભિયાન,પેજ સમિતિ અભિયાન, દરેક શકિતકેન્દ દિઠ રવિવારે મન કિ બાત તથા ટીફીન બેઠકથી કાર્યકર્તાનુ સ્નેહમિલન થાય તેમજ બુથ મજબુત બને તે રીતે વિસ્તારક યોજનાની જાણકારી આપવામા આવી હતી આ તકે રાજનૈતિક પ્રવાસી તરીકે અમરેલી જીલ્લાના પુર્વ ધારાસભ્ય વી.વી. વધાસીયા અને મનસુખભાઇ ભુવા તેમજ પુર્ણ કાલીન વિસ્તારક તરીકે નટુભાઇ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમજ મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, પુર્વ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, મહામંત્રી જયુભા જાડેજા, જીલ્લા પંચાયત ચેરમેન જયંતિભાઇ પડશુંબીયા, સહકારી આગેવાન મગનભાઇ વડાવિયા, ભવાનભાઇ ભાગિયા, જિલ્લા પંચાયતના ચેરમેન હંસાબેન પારેધી તેમજ હીરાભાઇ ટમારીયા અને તાલુકા ભાજપ મહામંત્રી બચુભાઇ ગરચર, બચુભા રાણા, મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વિશાલ ધોડાસરા, મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સંગીતાબેન રમેશભાઈ ભીમાણી સહિત હાજર રહ્યા હતા અને જુદા જુદા વિષય ઉપર અરવિંદભાઇ વાસદડીયા, અશોક દેસાઈ, તરુણ પેથાપરા, સુરેશભાઇ કાસુન્દ્રા, બચુભાઇ અર્મુતિયાએ વક્તવ્ય આપ્યું હતું




Latest News