હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપરમાં ધારીયા, ધોકા-પાઇપ અને છરી વડે થયેલ મારામારીમાં ૧૭ ની ધરપકડ


SHARE

















મોરબીના ત્રાજપરમાં ધારીયા, ધોકા-પાઇપ અને છરી વડે થયેલ મારામારીમાં ૧૭ ની ધરપકડ

મોરબીના સામાકાંઠે ત્રાજપરમાં માનવંતી ઇલેકટ્રીકની દુકાનની બાજુમાં રહેતા યુવાનના મોટાબાપુને વગર વાંકે ગાળો આપવામાં આવી હતી ત્યાર બાદ બે જુથ્થ સામસામે આવી ગયા હતા અને ધારીયુ, લોખંડના પાઇપ, ધોકા, છરી જેવા હથીયારો વડે સામસામી મારામારી થયેલ હતી જેથી કરીને આ બનાવમાં બંને પક્ષેથી લગભગ ૧૦ થી વધુ લોકોને ઇજાઓ થઈ હતી માટે તેમને સારવારમાં ખસેડાયા હતા.મારામારીના આ બનાવમાં સામસામી ફરિયાદો નોંધાવવામાં આવતા બી ડીવીજન પોલીસે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો જેમાં બંને પક્ષના મળીને કુલ ૧૭ હુમલાખોરોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

મોરબીના સામાકાંઠે ત્રાજપર વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં બી ડિવિઝન પોલીસ દ્વારા વાલજી ઉર્ફે વાલો શામજી ઝિંઝુવાડીયા કોળી (૩૫), સંજય ઉર્ફે અમરો શામજી ઝિંઝુવાડીયા કોળી (૩૭), પ્રવીણ ઉર્ફે ઉકો શામજી ઝિંઝુવાડીયા કોળી (૨૮), દિપક ઉર્ફે મુંગો શામજી ઝિંઝુવાડીયા (૨૮), અજય ઉર્ફે બુધો શામજી ઝિંઝુવાડીયા કોળી (૨૫), કમલેશ ઉર્ફે ધર્મેન્દ્ર જયંતિ ઝીઝુવાડીયા (૨૯), જયંતિ બાબુ ઝીંઝુવાડીયા (૫૫), ભરત રમેશ ઝીંઝુવાડીયા (૨૫), મયુર ઉર્ફે મેહુલ મનસુખ સીતાપરા (૨૧) અને સામેના પક્ષના ગોરધન મગન ટીડાણી કોળી (૫૬), ધર્મેન્દ્ર ઉર્ફે ધમો લાલજી પાટડીયા કોળી (૨૫), ઉત્તમ નારણ પાટડીયા કોળી (૪૪), વિશાલ ઉર્ફે ચોટલી રમેશ પાટડીયા (૨૫), નિલેશ ઉર્ફે હકો ગોરધન પાટડીયા કોળી (૨૩), સુનિલ નારણ પાટડીયા કોળી (૬૧) ની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ બે ઈસમો વધુ ઈજાગ્રસ્ત હોય તેઓને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા અને તેઓને રાજકોટ ખાતે સારવારમાંથી રજા આપવામાં આવતા બી ડિવિઝન પોલીસ દ્વારા બાદમાં જીતેન્દ્ર ઉર્ફે જીતો મનુ પાટડીયા કોળી (૩૨) અને નારણ મોહન પાટડીયા કોળી (૬૯) રહે.બધા ત્રાજપર મોરબી-૨ વાળાઓની રાયોટીંગ સહિતની કલમો હેઠળ બી ડિવિઝન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસની પાછળના ભાગે આવેલ સિદ્ધાર્થ સોસાયટીમાં રહેતા વિમલાબેન કાંતિભાઈ મકવાણા નામના ૬૦ વર્ષીય મહિલા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે સામાકાંઠે આવેલ મહારાણા પ્રતાપ સર્કલ નજીક તેઓ બાઇકમાંથી નીચે પડી જતા ઇજાઓ થવાથી તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.




Latest News