મોરબીમાં સતવારા સમાજના વિદ્યાર્થીઓ-વાલીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાશે
SHARE









મોરબીમાં સતવારા સમાજના વિદ્યાર્થીઓ-વાલીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાશે
મોરબીમાં સતવારા સમાજના ધો. ૧૦, ૧૨ અને કોલેજ પછી શું તે વિષયને લઈને વિદ્યાર્થી માટે માર્ગદર્શન સેમિનારનું શ્રી સતવારા નવગામ જ્ઞાતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે
મોરબી શ્રી સતવારા નવગામ જ્ઞાતિ દ્વારા ધોરણ ૧૦, ૧૨ અને ગ્રેજ્યુએટ પછી શું કરવું ? તે અંગે માર્ગદર્શન આપવા સેમિનારનુ આયોજન કરેલ છે જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ જે મૂંઝવણ અનુભવતા હોય છે તે અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના રોજગાર અધિકારી બી.ડી. જોબનપુત્રા અને અન્ય નિષ્ણાતો ઉપસ્થિત રહેશે અને વિદ્યાર્થીઑ તેમજ વાલીઓને મોરબીમાં શ્રી સતવારા નવગામ જ્ઞાતિની જગ્યા રવાપર રોડ પરસોતમ ચોક, કાલીકા પ્લોટ ખાતે તા. ૮ ને બુધવારે સવારે ૯:૦૦ કલાકે સેમિનાર રાખવામા આવેલ છે જેમાં સ્પર્ધાત્મક પરીક્ષા ,એડમિશન તેમજ શિક્ષણને લગતી વિવિધ માહિતી આપવામાં આવશે તેવું શ્રી સતવારા નવગામ જ્ઞાતિના પ્રમુખ ડૉ.લખમણભાઈ એમ. કંઝારિયા જણાવ્યુ છે
