હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં પત્રકારોને દૂર રાખીને એસપીનો લોક દરબાર યોજાયો !: વ્યાજખોરી, ટ્રાફિક અને દબાણની સમસ્યાનો ઢગલો


SHARE

















મોરબીમાં પત્રકારોને દૂર રાખીને એસપીનો લોક દરબાર યોજાયો !: વ્યાજખોરી, ટ્રાફિક અને દબાણની સમસ્યાનો ઢગલો

મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એસપીના લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું અને શહેરના જુદાજુદા વિભાગના આગેવાનો  સહિતનાઓને બોલાવવામાં આવ્યા હતા જો કે, લોકોની સમસ્યાઓને હરહમેશ ઉજાગર કરતાં પત્રકારોને પોલીસ વિભાગ દ્વારા કેમ આ લોક દરબારની કોઈ જાણ કરવામાં આવી ન હતી તે સૌથી મોટો સવાલ છે જો કે, આ લોક દરબારમાં પણ વર્ષોથી મોરબીમાં યોજાતા લોક દરબારમાં આગેવાનો દ્વારા જે સમસ્યાઓ રજૂ કરવામાં આવે છે તે રાબેતા મુજબની વ્યાજખોરી, ટ્રાફિક અને દબાણની સમસ્યાનો ઢગલો કરવામાં આવ્યો હતો ત્યારે પોલીસે આ સમસ્યાઓનો ઉકેલ કયારે લઈને આવશે તે તો આગામી સમય જ બતાવશે

અગાઉ જ્યારે પણ મોરબીમાં પોલીસ દ્વારા લોક દરબાર કે શાંતિ  સમિતિની બેઠકો મળતી હતી ત્યારે પત્રકારને આમંત્રણ આપવામાં આવતું હતું જોકે, છેલ્લા ઘાણ સમયથી પોલીસ દ્વારા આ અંગેની કોઈ જાણ પત્રકારોને કરવામાં આવતી નથી જેના પાછળનું બીજું કોઈ કારણ હોય કે નહીં પરંતુ લોકો દ્વારા જો કે, વ્યાજખોરી સહિતના મુદે જે ફરિયાદો અને રજૂઆતો કરવામાં આવે અને તેને પત્રકારો ઉજાગર કરે તો તે પોલીસની નબળી કામગીરી દેખાઈ માટે પત્રકારોને પોલીસ વિભાગ દ્વારા લોક દરબાર યોજાઇ તો તેની જાણ કરવામાં આવતી નથી તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી

તાજેતરમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે એસપીની હાજરીમાં લોક દરબાર યોજવામાં આવ્યો હતો જેમાં સિલેક્ટેડ વેપારીઓ, ઉદ્યોગકારો, સામાજિક અને રાજકીય આગેવાનો સહિતનાઓને રાબેતા મુજબ બોલાવવામાં આવ્યા હતા જો કે, મોરબીના લોકોના હિતમાં કામ કરતાં પત્રકારને આ લોક દરબારની કોઈ જાણ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી ન હતી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લોક દરબારમાં જે લોકો હાજર હતા તેમના દ્વારા રાબેતા મુજબ વ્યાજખોરી, ટ્રાફિક અને દબાણના મુદે પોલીસને રજૂઆત કરવામાં આવી હતી અને આવી રજૂઆતો છેલ્લા વર્ષોમાં યોજાયેલા દરેક લોક દરબારમાં પોલીસને કરવામાં આવી છે જો કે, વાસ્તવિક્તાએ છે કે, હજુ સુધી તેનો કામી નિકાલ કરવામાં આવેલ નથી અને માત્ર ફોટો સેશન પૂરતા જ લોક દરબાર યોજાતા હોય તેવો ઘાટ મોરબીમાં જોવા મળે છે

મોરબીમાં ગેરકાયદે વ્યાજના ધંધા કરતાં અને હાટડા ધમધમી રહ્યા છે અને તેમાં કોના રૂપિયા વ્યાજ ફરી રહ્યા છે તેની ચર્ચા જગ જાહેર કરવામાં આવી રહી છે તો પણ કોઈ અસરકારક પગલાં આજ સુધી પોલીસ કે સબંધિત વિભાગ દ્વારા કેમ લેવામાં આવે નથી તે પણ તપાસનો વિષય છે અને અત્યાર સુધીમાં વ્યાજના વિષચક્રમાં ફસાવીને ઘણા લોકોને તેના જીવ ગુમાવ્યા છે તે મુદે વધુ એક વખય એસપીના લોક દરબારમાં રજૂઆત કરવામાં આવી છે તેવી જ રીતે મોરબીના નગર  દરવાજા સહિતના ચોક અને રોડ રસ્તાઓ ઉપર આડેધડ દબાણો કરી લેવામાં આવેલ છે તેના મુદે અને શહેરના ટ્રાફિક મુદે આગેવાનો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે જો કે, વર્ષો જૂની આ સમસ્યાનો ઉકેલ કયારે આવશે તે તો સમય જ બતાવશે




Latest News